રાજપીપળા ખાતે દેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં ઇકો સેન્સેટીવ ઝોનના કાયદાનો વિરોધ

રાજપીપળા ખાતે દેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં ઇકો સેન્સેટીવ ઝોનના કાયદાનો વિરોધ
કરવા આદિવાસીઓની વિશાળ રેલી, કલેકટરને આવેદન આપ્યું

આદિવાસીઓ પર નો કાળો કાયદો દૂર કરો. ઇકો સેન્સેટીવ ઝોન દૂર કરી, ઇકો સેન્સેટીવ ઝોનના નામે
આદિવાસીઓની જમીનોહડપવાનું બંધ કરો સ્ટેચ્યના નામે આદિવાસીઓને વિસ્થાપીત બંધ કરોના નારા સાથે
સૂત્રોચ્ચારો કર્યા

૨૮મીથી ૬ સુધી મામસભા બોલાવાનારી તમામ ગામસભાનો આદિવાસીઓ વિરોધ કરશે.

સમૂહમાં
આદિવાસીઓએ કર્યો સંકલ્પ
રાજપીપળા,તા24

સ્ટેચયુ ઓફ યુનિટી નજીકના શુલપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારની ફરતે ઇકો સેન્સેટીવ ઝોન નિર્ધારિત કરવામાં
આવેલ છે. જેમાં નર્મદા જિલ્લાના નાંદોદ, ગરુડેશ્વર, દેડીયાપાડા અને સાગબારાના કુલ ૧૨૧ ગામોની સમાવેશ
કરવામાં આવી રહયો છે. આવનારા સમયમાં આદિવાસીઓને વિસ્થાપીત કરવાના ઇરાદા સાથે ૧ર.૮અમા
બીજા હકમાં નોંધ કરી છે જેના વિરોધમાં આજે રાજપીપળા ખાતે દેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાની
આગેવાનીમાં બેલીસ્તાન ટાઇગર સેના બીટીએસ) દ્વારા મોટી સંખ્યામાં આદિવાસીઓએ વિશાળ રેલી કાઢી
આજે રાજપીપળાખાતે કલેકટર કચેરીએ પહોચી કલેકટરને આવેદન આપ્યુ હતુ. અને કચેરી પ્રાંગણમાં સરકારના
આ કાયદા વિરુધમા આદિવાસીઓ પર નો કાળો કાયદો દૂર કરો, ઇકો સેન્સેટીવ ઝોન દૂર કરો. ઇકો સેન્સેટીવ
ઝોનના નામે આદિવાસીઓની જમીનો હડપવાનું બંધ કરો.સ્ટેચ્યના નામે આદિવાસીઓને વિસ્થાપીત બંધ કરોના
નારા સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ !
કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

આપ્રસંગે દેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ જણાવ્યુ હતુ કે સરકારે નર્મદા ડેમના નામે અને સ્ટેચ્યના નામે
હોટેલો, રીસોટ અને કોરીડોરના નામે સ્થાનીક આદિવાસીઓની જમીનો છીનવવાનુ કામ કર્યું છે, નર્મદાના
૧૨૧ ગામોને ઇકો સેનટીસીવ ઝોનમાં સમાવી રહયા છે આ ગામડાઓને વિકાસના નામે ત્યાની જે જમીનોને ઇકો
સેનટીસીવના નામેબીજા નંબરની એન્ટ્રી પાડવામાં આવી રહી છે. આ ૧૦૦ટકા આદિવાસી ગામડાઓ છે તેમની
જમીનો બેદખલ કરી છીનવી લઇને બહારથી આવેલા ઉધ્યોગપતિઓને જમીનો આપવાની વાત કરે છે. એના નામે માતા
આદિવાસીઓને વિસ્થાપીત કરવા માંગે છે તેનો અમે વિરોધ કરીએ છીએ.

આ સરકાર આદિવાસીઓની રંજાડે છે. આદિવાસીઓ માટે ઇકો સેન્સીટીવ ઝોનના નામે કાળા કાયદો બનાવ્યો છે
એ કાયદાને અમે કદી સ્વીકારવાના નથી. જો આ કાયદો રદ નહી કરે તો દેશના ૧૨ કરોડ આદિવાસી સમાજ
આંદોલન કરશે. એક ધારાસભ્ય તરીકે આ વિસ્તરના લોકોને જાગૃત કરવા અને જલદ આંદોલનકરવા અમારી
તૈયારી છે.
આ પ્રસંગે ભાજપા કોગ્રેસના આગેવાનોને પણ આડે હાથે લેતા મહેશ વસાવા એ જણાવ્યું હતું કે અમે સરકારની
વિરોધમા છે. મનસુખ ભાઈ આદિવાસી નેતા છે તેમણે પણ આદિવાસી સમાજ માટે આગળ આવવુ પડશે. આટલા
ગામડાઓ વિસ્થાપીત થાય છે ત્યારે એમણે આદિવાસીઓ સાથે ભેગા થવુ પડશે, અને પોતે મનસુખભાઇ ભેગા
નહી થાય તો સમાજ તેમને ઘરભેગા કરી દેશે એમ જણાવી ભાજપ કોંગ્રેસના નેતાઓને પણ આ પ્રશ્ન આગળ
આવવા ધારાસભ્ય મહેશ વસાવાએ અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે બીટીએસ આગેવાન બહાદુર વસાવાએ જણાવ્યુ હતુ કે એ જમીનના માલીકો આપણે છીએ ત્યારે
સરકાર આપણી જમીનોમાં એન્ટ્રી પાડી આપણી જમીનો છીનવી લેવા માંગે છે, કેવડીયા અને ગરુડેશ્વરમાં
એન્ટીઓ કરી દીધી છે. એ માટે તંત્ર ૨૮મીથી ૬ તારીખ સુધી મામસભા બોલાવશે . અનેઠરાવ કરશે ત્યારે
આદિવાસીઓ આ મામસભાનો વિરોધ કરશે અને સામસભાનો બહીષ્કાર કરશે. એવો સમૂહમાં આદિવાસીઓએ
સામૂહીક સંકલ્પ કરી સંમતી દાખવી હતી અને જરૂર પડે આપણે રૂઢીગત સામસભા બોલવશુ અને ૧૨૧ ગામડા
જાય છે તેનો વિરોધ કરી આપણો ઠરાવ કરીશું અને રાજ્યપાલને મોકલી આપશુ.

ઇકો સેન્સેટીવ ઝોનમાં આવેલ ગામોમા ઇકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી અહીના ગામોમા રહેણાક આવસો,
હોટલ,રીસોર્ટ, નાના ઉધ્યોગો, ખેતીવાડી કુવા બોર, નવા ઘર બાંધકામ ,જેસીબી અને ટ્રેકટર દ્વારા ખેતર
લેવલીંગ વીજ કનેકશન, તાર ફેન્સીંગ, મામ્ય વિસ્તારોમાં વાહનોની અવરજવર. પશુ ચારણ. કુદરતી જળાશયો
નીઓમા પ્રવેશ, જૈવિક, સંપતિ, વનપેદાશ, જલાઇ લાકડા જેવી પ્રવૃતિ ઓ પર મોનીગટર કમિટિ ની
મંજૂરીથી કરી શકાશે. જેનાથી શીડયુલ વિસ્તારમાં બંધારણીય જોગવાઇ અનુસુચી ૫ અને પેસા એકની ઉલ્લઘન
થાય છે.જેથી કેન્દ્ર સરકારના નિર્ણય ને રદ કરવા મા આવે એવી માંગ કરી હતી. આ કાયદો રદ નહી કરાય તોઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.