જિલ્લાની કચેરીઓમાં નિવૃત કર્મચારી કોઈ કામ અર્થે જાય છે ત્યારે તેમનું માન સન્માન જળવાતુંન હોવાની રજુઆત

દેડીયાપાડા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા દેડિયાપાડા ખાતે યોજાઇ

કોરોના કાળમાં મૃત્યુ પામેલા સભ્યો તથા કમિટિના સભ્યોનું બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ

80વર્ષ પૂર્ણ કરનાર સદસ્યોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરાયુ

જિલ્લાની કચેરીઓમાં નિવૃત કર્મચારી કોઈ કામ અર્થે જાય છે ત્યારે તેમનું માન સન્માન જળવાતુંન હોવાની રજુઆત

રાજપીપલા, તા.4


ડેડીયાપાડા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા મોતીનગર દેડિયાપાડા ખાતે યોજાઇ હતી. જેમાં સાધારણ સભાના પ્રમુખ તરીકે નર્મદા જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ અને ગુજરાત પેન્શનર મંડળફેડરેશનના ખજાનચીછગનભાઇ વણકર ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.
પ્રારંભમાં કોરોના કાળમાં મૃત્યુ પામેલા સભ્યો તથા કમિટિના સભ્યોને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી

આ પ્રસંગે ડેડીયાપાડાના કલ્પેશભાઈ પાટીલે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.જ્યારે પેન્શનર મંડળના પ્રમુખે કાર્યક્રમની રૂપરેખા આપી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મંડળના સભ્યો પૈકી જેમણે એસી 80વર્ષ પૂર્ણ કર્યા છે એવા એવા સદસ્યોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 2020 21 વર્ષનો હિસાબ ગુજરાતી મંડળના ખજાનચી અંબુભાઈ પ્રજાપતિએ વાંચન કરી બહાલી આપવામાં આવી હતી.,ત્યારબાદ નવા કમીટી મેમ્બર ની નિમણૂક કરવામાં આવી હતી.તથા સંસ્થાના પ્રમુખશ્રી એમાં અમૃતમ કાર્ડવાત્સલ્ય કાર્ડ, અને સિનિયર સિટિઝન કાર્ડ તથા આઇકાર્ડ બાબતે સમજ આપી હતી. ઉપરાંત બેંકમાં જે કર્મચારીઓના હયાતીના ફોર્મ ભરવાના બાકી હોય તેવા કર્મચારીઓ ને થયા તેના ફોર્મ ભરવા માર્ગદર્શન આપી અનુરોધ કર્યો હતો

આ સભામાં નવા સભ્યો પૈકી નિવૃત્ત થયેલા ડેપ્યુટી કલેક્ટર માનસિંગભાઈ વસાવા એ જણાવ્યું હતું કે જ્યારે કચેરીઓમાં નિવૃત કર્મચારી કોઈ કામ અર્થે જાય છે ત્યારે તેમનું માન સન્માન જળવાતું નથી લાગણી વ્યક્ત કરી હતી તે અનુસંધાને આજની સભામાં ઠરાવ કરી નિવૃત્ત કર્મચારીઓ નું માન-સન્માન જળવાય તે અંગેનો ઠરાવ કરી એ ઠરાવ દરેક કચેરીઓમાં આપવાનું ઠરાવવામાં આવ્યું હતું પ્રમુખ સ્થાનેથી છગનભાઈ વણકરે પ્રાસંગિક પ્રવચન કરી સૌને શુભેચ્છા પાઠવી હતી અને જે તે નિવૃત્ત કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવાની ખાત્રી આપી હતી

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા