મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય માણસને મોદી સરકારે વધુ એક રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ અપાતા ગેસ સિલિન્ડર દીઠ રૂ. 200ની સબસિડીની જાહેરાત કરી છે. આ સબસિડી 12 સિલિન્ડર સુધી મળશે. તેનાથી દેશના લગભગ 9 કરોડ લોકોને ફાયદો થશે. જણાવી દઈએ કે, મોદી સરકારે પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી પણ ઘટાડી છે.