તિલકવાડા તાલુકાના ઉંધઈ માંડવા ગામની સીમમાં અંગત અદાવતે યુવાનની કરાઈ કરપીણ હત્યા.

કોઈ બીજી જગ્યાએ ખૂન કરીને તેનો ચહેરો ઓળખાય નહીં તે માટે ચહેરા પર કેમિકલ છાંટી અને ખેતરમાં ફેંકી દેવાતા ચકચાર.
ઉધઈ માંડવા ગામના ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદ.

તિલકવાડા તાલુકાના ઉધઈ માંડવા ગામની સીમમાં અંગત અદાવતે ગામના યુવાન નિલેશભાઈ પ્રહલાદભાઈ બરીયાની કરાઈ કરપીણ હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. નિલેશભાઈ નું કોઈ બીજી જગ્યાએ ફોન કરીને તેનો ચહેરો ઓળખાય નહીં તે માટે ચહેરા પર કેમિકલ છાંટી લાશને ખેતરમાં ફેંકી દેવાતા લાશને પોલીસે કબજે લીધી છે, આ અંગે તિલકવાડા પોલીસ મથકે મરનાર ના પિતા પ્રહલાદભાઈ સોમાભાઈ બારીયા એ આરોપીઓ ધર્મિષ્ઠાબેન નગીનભાઈ બારીયા, નગીનભાઈ ઝવેરભાઈ બારીયા, તયહા ગોપાલભાઈ વિઠ્ઠલભાઈ બારીયા ત્રણે (રહે ઉધય માંડવા ) સામે ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદની વિગત મુજબ આરોપી નગીનભાઈ એ ફરિયાદી પ્રહલાદભાઈ ના દિકરા નિલેશભાઈ ના વિરુદ્ધ માં અરજી આપેલ અને તે પછી આરોપી ગોપાલભાઈએ બનાવના પાંચેક દિવસ અગાઉ પ્રહલાદભાઈની દીકરી સંગીતાબેનને જણાવેલ કે તારો ભાઈ નીલેશ પાંચ દિવસનો મહેમાન છે. તેમ કહી પ્રહલાદભાઈ ના દિકરા ને જોઈ લેવાની ધમકી આપેલ અને પ્રહલાદભાઈ ના દીકરો નિલેશભાઈ પોતાની પત્ની સાથે ખેતરે ગયેલા અને પત્ની ઘરે જતી રહેલી અને નિલેશભાઈ ખેતરે એકલા હતા. તે દિવસથી ગુમ થયેલ પ્રહલાદભાઈ ના દિકરા નિલેશભાઈ ની લાશ ખેતરના વચ્ચેથી મળી આવેલ. જેના ચહેરો ઓળખાય ન જાય તે માટે કોઇ કેમિકલ જેવું નાખી નિલેશભાઈ ને કોઈક બીજી જગ્યાએ મારી નાખી પ્રહલાદભાઈના ખેતર માં નાખી દીધેલ અને પુરાવાનો નાશ કરવાની કોશીષ કરે એકબીજાની મદદગારી કરી ગુનો કરતા તિલકવાડા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરતાં ખૂનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.