*પુલ પર ફસાયેલ ઓટોને બચાવવા જતા ટ્રક રેલીંગ તોડી પુલ નીચે ખાબકી*

જેતપુર રાજકોટ હાઈવે પર પીઠડીયા ગામના ગોળાઈ પર વહેલી સવારે એક ટ્રક પુલી રેલીંગ તોડીને નીચે ખાબક્યો હતો. તે સમયે ત્યાથી એક ડંપર નીકળ્યું અને પુલ પર ઓટો ફસાઈ હતી તેને બચવવા જતા ડંપર પુલની સામેની બાજુંએ રેલીંગ તોડીને નીચે ખાબક્યું. જેમા રીક્ષામાં સવાર બે લોકોને ઈજા પહોચી હતી. જોકે બંને બાજુ રેલીંગ તોડીને ડંપર અને ટ્રક નીચે પડતા પુલ પર લોકોની ભીડ જામી ગઈ હતી.