ઉત્તરાખંડ: શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, 22 લોકોના થયા મોત
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં એક મોટો દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. રવિવારે મોડી સાંજે ડામટાથી બે કિમી આગળ જાનકીચટ્ટી નજીક NH-94 પર એક બસ ઊંડી ખીણમાં પડી હતી. બસમાં સવાર 22 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બસમાં સવાર લોકો મધ્યપ્રદેશના યાત્રાળુઓ હોવાનું કહેવાય છે.માહિતી મળતાની સાથે જ વહીવટીતંત્ર-પોલીસ એલર્ટ મોડ પર આવી ગયા છે.