*સુરતથી બેંગ્લોર જતી ફ્લાઈટ કેન્સલ*

સુરતથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ છઠ્ઠી ફેબ્રુઆરીના સવારે 11 વાગ્યેને 10 મિનિટે ઉપડવાની હતી. જો કે, આ ફ્લાઈટ આવી જ નહોતી. મુસાફરોને ફ્લાઈટ આવતાં સુરત એરપોર્ટ પર સાડા અગિયાર અને ત્યાર બાદ સાંજના સાડા પાંચ વાગ્યે અને આખરે રાતના સાડા નવનો સમય અપાયો હતો. પરંતુ ફ્લાઈટ આવી નહી અને બીજા દિવસનો સમય (સાતમી ફેબ્રુઆરી)નો સમય અપાયેલો પણ સાતમી ફેબ્રુઆરીના રોજ પણ નિર્ધારીત 11 વાગ્યાની જગ્યાએ સાંજના છ વાગ્યે ફ્લાઈટ આવશે તેમ કહેવાતા અકળાયેલા મુસાફરોએ પોલીસમાં અરજી આપવાની સાથે હોબાળો મચાવ્યો હતો