દેડિયાપાડા 108 એમ્બ્યુલન્સ દ્વારા મુલકાપાડા ગામની મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરવાઈ.

દેડિયાપાડા 108 એમ્બ્યુલન્સ દ્વારા મુલકાપાડા ગામની મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરવાઈ.
રાજપીપળા,તા.18
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારો માટે 108 એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ પુરવાર થઇ છે. તાજેતરમાં દેડિયાપાડા 108 એમ્બ્યુલન્સના સ્ટાફ દ્વારા મુલ્કાપાડા ગામની મહિલાની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસૂતિ કરાવી હતી. જેમાં તા.11/ 12/ 20 ના રાત્રી કોલ મળતા દેડિયાપાડા108 એમ્બ્યુલન્સ મુલકાપાડા ગામે પહોંચતા સુનિતા અને તેના સંબંધીઓ જણાવેલ કે સુનિતાબેન થી ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી,ત્યારે 108 ઇએમટી હિતેશભાઈ તડવી અને પાયલોટ સતિષભાઈ એમ્બ્યુલન્સ માંથી સ્ટ્રેચર દ્વારા દર્દીને 108 એમ્બ્યુલન્સમાં લઇ હોસ્પિટલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ઇએમટી હિતેશ તડવી ને ડીલેવરીના લક્ષણો જણાતા પાયલોટ સતીશભાઇ ને એમ્બ્યુલન્સ રસ્તાની બાજુમાં રાખવાનું જણાવ્યું,ત્યારે ઈએમટી હિતેશ તડવી અને પાયલોટ સતિષભાઈ બંને ભેગા મળીને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની જરૂરિયાત સર્જાઈ હતી. પ્રસુતિ આ વખતે બાળકના ગળામાં નાળ વીટાયેલ હોવાથી અમદાવાદ 108 ઓફીસ માં બેઠેલા ડોક્ટરની સલાહ લઈને હેમખેમ બાળક ના ગળા માંથી નાળને કાઢીને બાળકનો જીવ બચાવી સફળ ડીલેવરી કરાવેલ હતી. સુનિતાબેન ને દીકરીનો જન્મ થયેલ જાણવા મળતા જ તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સુનિતાબેન અને બાળકીને વધુ સારવાર માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર દેડિયાપાડા ખાતે ખસેડવામાં આવેલ,જ્યાં માતા અને બાળક બંને સ્વસ્થ હોવાનું જણાવેલ છે. ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમની કામગીરી હોસ્પિટલના સ્ટાફ તેમજ સગર્ભાના પરિવારજનોએ સરાહના કરી તેમજ બિરદાવી હતી.

રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા