નિર્ભયાના નરાધમોને 3 માર્ચની વહેલી સવારે અપાશે ફાંસી, નવું ડેથવોરંટ જાહેર

નિર્ભયા ગેંગરેપના દોષીઓના મામલે આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નવું ડેથ વોરંટ જાહેર કર્યું છે. જેમાં 3 માર્ચના રોજ સવારે 6 લાગે ફાંસી અપાશે. નિર્ભયાના દોષિત પર બે વાર ડેથ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ દોષીઓ કાયદેસરના વિકલ્પ અજમાવીને ફાંસીમાંથી છટકી ગયા છે. હવે આ આખરી ડેથવોરંટ આ નરાધમો માટે સાબિત થશે. પટિયાલા હાઉસ કોર્ટમાં દોઢ કલાક સુધી આ કેસની સુનાવણી ચાલી હતી. જેમાં આખરે ડેથવોરંટ જાહેર થયું હતું.