નાંદોદ તાલુકાના ઓરી ગામની દુકાને ગયેલી યુવતીનો નર્મદા નદીના ઓવારા થી મૃતદેહ મળતા અનેક તર્કવિતર્કો. યુવતીની હત્યા થઈ કે તેની આત્મહત્યા અંગે ઘેરું બનેલું રહસ્ય.

નાંદોદ તાલુકાના ઓરી ગામની દુકાને ગયેલી યુવતીનો નર્મદા નદીના ઓવારા થી મૃતદેહ મળતા અનેક તર્કવિતર્કો.
યુવતીની હત્યા થઈ કે તેની આત્મહત્યા અંગે ઘેરું બનેલું રહસ્ય.
રાજપીપળા,તા.16
નર્મદા જિલ્લાના ઓરી ગામની યુવતીનું નર્મદા નદીના કિનારેથી મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઓરી નવીનગરીમાં રહેતી ઋષિકાબેન ભાયાભાઈ વસાવા (ઉં.વ. 18 ) પોતાના ઘરેથી ગામમાં દુકાને જાઉં છું, તેમ કહી નિકળી હતી. જે ઘરે પરત નહીં આવતાં પરિવારે શોધખોળ કરતા ઋષિકાબેનની ઓરી ગામની નર્મદા નદીના ઓવારા પાસે પાણીમાં ડૂબી જતા મૃત હાલતમાં મળી આવી હતી.જેને કારણે ગામમાં અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. ત્યારે આ યુવતીની હત્યા થઈ છે,કે તેને આત્મહત્યા કરી એ બાબતે રહસ્ય હજુ અકબંધ છે.હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા