હરખથી મતના તેડા…જરૂર-જરૂરથી પધારજો મત અપવા,મતદાન જાગૃતિ માટે નવતર પ્રયોગ.
ગુજરાત વિધાન સભાની ચુંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં 1 ડીસેમ્બર એટલે કે કાલે પ્રથમ તબકકાની ચુંટણી છે. પ્રથમ તબક્કામાં કુલ 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. ત્યાબાદ 5 ડિસેમ્બરે તબકકાની ચુંટણી છે. બીજા તબકકામાં 93 બેઠકો પર થશે મતદાન. મતદાનની જાગૃતિ માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.લોકોને મતદાન જાગૃતિ માટે મતદારોને કંકોત્રી મોકલવામાં આવી છે.
2017ની ચુંટણીમાં મતદાન ઓછું થયું હતું જેના કારણે આ પ્રયોગ કરવામાં આવ્યો છે.લગ્ન માં જે રીતે મેહમાનોને કંકોત્રી મોકલવામાં આવે એ રીતે મતદારોને આ કંકોત્રી મોકલવામાં આવી હતી.આ પત્રિકામાં લખવામાં આવ્યું છે કે ‘આપણા સ્વાતંત્ર્યવીરોના આશીર્વાદ અને ભારતના સંવિધાનની અસીમકૃપાથી આપણને સૌને લોકશાહીની અમૂલ્ય ભેટ તથા લોકશાહીને ધબકતી રાખવા મતદાનનો પવિત્ર અધિકાર મળ્યો છે. ત્યારે લોકશાહીના ઉત્સવ સમાન રૂડો અવસર એટલે ‘ગુજરાત રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022’નો કાર્યક્રમ નિર્ધારિત થયેલ છે.’
બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા ક્ષેત્રોની યોજાનાર ચૂંટણીના પવિત્ર અવસરમાં સમયસર પધારી તમારા અને તમારા પરિવારજનોના મતાધિકારના પવિત્ર હકનો ઉપયોગ કરી લોકશાહીના યજ્ઞમાં યોગદાન થકી આ અવસરને દિપાવવા સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.
આ કંકોત્રી માં ટહુકો પણ લખવામાં આવ્યો છે.’સૌ મારા બનાસના જાગૃત મતદારો, અવસર છે લોકશાહીનો માહોલ છે ચૂંટણીનો…મારો તમારો સૌના અધિકારનો…મત આપવા જરૂર-જરૂરથી પધારજો…ભૂલતા નહીં હો…કે… ‘ અને તારીખ સમય સ્થળ બધું દર્શાવવામાં આવ્યું છે