નર્મદા જિલ્લામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને સબ સેન્ટરોમાં કર્મચારીઓની ઘટ.

છૂટા કરાયેલા કર્મચારીઓ ની પુનઃ નિમણૂક આપવા અંગે નર્મદાના સરપંચોએ કલેકટરને આવેદન આપ્યું.

નર્મદા જિલ્લામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં અને સબ સેન્ટરોમાં કર્મચારીઓની ઘટ છે જેને કારણે આરોગ્ય ની સેવા કથળી ગઈ છે તેમ જ ઘણા કર્મચારીઓને છૂટા કરી દેવાયા છે તેમ જ નવી ભરતી થતી ન હોય નર્મદામાં આરોગ્ય સેવા પર સીધી અસર થતી હોય કર્મચારીઓની ઘટ પૂરવા અને છૂટા કરાયેલા કર્મચારીઓ ની પુનઃ નિમણૂક આપવા અંગે નર્મદાના સરપંચોએ કલેકટરને રાજપીપળા ખાતે આવેદન આપ્યું હતું.
આવેદનમાં જણાવેલ હકીકત અનુસાર નમૅદા જીલ્લામાં અતિ ઉડાણના ઘણા ગામડાઓ આવેલા છે. કેટલાક વિસ્તારમા ખૂબ જ ગરીબ પરિવારો વશે છે. અને દરેક તાલુકામાં પુરતા પ્રમાણમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ છે. સબસેન્ટર પણ છે. અને જીલ્લાના બ્લોક ના માઈક્રોપ્લાનિંગ મુજબ કામ ચાલે છે. પરંતુ ઘણા દવખાનામાં ગાડીઓ નથી પુરતા આરોગ્ય કમૅચારીયો નથી. એક કમૅચારીને બે બે સબસેન્ટર નો ચાજૅ આપવામાં આવે છે. આ કારણે માતા અને બાળમરણ રોગચાળો મીસ ડીલીવરી તથા આવનાર દિવસોમાં કોરાના વાઈરશ કે સ્વાઈનફ્લૂ જેવી જીવલેણ બિમારી ઉભી થાય તો નવાઈ નહી . જેમને દશ દશ વર્ષો નો અનુભવ ફિલ્ડનો છે અને કોર્ટ ચુકાદો તેમની તરફેણમાં આવેલા છે. તો તેવા કમૅચારીઓ તેમજ નવી ભરતી તાત્કાલી નિમણૂંક આપવા આપવા સરપંચ પરિષદ ગુજરાત ના નમૅદા ઝોન પ્રમુખ નિરંજનભાઈ વસાવા, તિલકવાડા પ્રમુખ અરુણભાઈ તડવી,જયેશભાઈ, લક્ષ્મણભાઈ,પ્રવીનભાઈ, પંકજભાઈ, ભોલાભાઈ, આમ તમામ સરપંચએ કલેકટરને આવેદન આપી ઘટતું કરવા રજૂઆત કરી હતી.