*દાંતીવાડામાં માત્ર ધોરણ-10 ચોપડી ભણેલો બોગસ ડોક્ટર ઝડપાયો*

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં બિહારની આયુર્વેદિક ડિગ્રી લઇને એલોપેથી પ્રેક્ટીસ કરી રહેલા વધુ એક તબીબ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. ચોંકાવનારી બાબત એ હતી કે ક્લિનિકમાં ધોરણ-10 ચોપડી ભણેલો કમ્પાઉન્ડર દર્દીઓને ઇંજેક્શન આપવાનું અને બોટલ આપવાનું કામ કરતો હતો.થોડા દિવસ અગાઉ પાંથાવાડાના ડી.કે.પટેલ નામના અરજદારે જિલ્લા આરોગ્ય અધિકારીને અરજી કરી હતી. જેમાં ડો.વિનોદ પટેલ એલોપેથી પ્રેક્ટિસ કરી ઇન્જેક્શન બોટલ ચડાવી માનવ જિંદગી સાથે ચેડા કરતો હોવાની ફરિયાદ કરી હતી.જે અરજી બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ તાલુકા હેલ્થ કચેરીને વિનોદ પટેલની ક્લિનિકમાં તપાસ કરવાનું જણાવતા ગુરુવારે દાંતીવાડા તાલુકા હેલ્થ ઓફિસરએ દરોડો પાડી પ્રાઇવેટ પ્રેક્ટિસ અટકાવી હતી. સ્થળ પર દર્દીઓના નિવેદન લેવાયા હતા. તેમજ દર્દીઓની સારવાર કરી રહેલા સુરેશ પટેલ નામના 20 વર્ષીય કમ્પાઉન્ડરનું નિવેદન ટાંક્યું હતું. જેમાં તેણે જણાવ્યું કે ‘તે 6 માસથી અહીં દવા ઇન્જેક્શન આપવાનું કામ કરે છે અને 10 ચોપડી ભણેલો છે