યુપીમાં યુવતી પર ગેંગરેપ અને ત્યાર બાદ તેના થયેલ મૃત્યુના વિરોધમાં યુપી સરકાર વિરુદ્ધ જામનગરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું.

જામનગર: યુપીમાં યોગી સરકારના રાજમાં યુવતી પર ગેંગ રેપ કરી તેની બદતર હાલત કરી સારવાર દરમ્યાન મૃત્યુ પામતા દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જેના ભાગરૂપે જામનગરમાં વિરોધ પક્ષ દ્વારા સરકારની ઝાટકણી અને ફિટકાર વરસાવતા યોગી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરના લાલ બંગલા સર્કલ પાસે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અલતાફ ખફી તેમજ સહારા બેન મકવાણા, સાજીદ બલોચ, નીતા પરમાર, રંજન ગજેરા સહિતના નેતાઓએ યોગી સરકારનું પૂતળું બાળી સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.