*
Big breaking*
કોવિડ માથી સાજા થયેલા દર્દીઓ ચેતી જજો
ફંગસના કારણે કોરોના માથી સાજા થયા બાદ પણ જઇ શકે છે જીવ
કોરોના પછી પણ દર્દીઓને ગંભિર પિડા
આખ, મ્હો, અને નાક ગુમાવવાના અનેક કેસો
કોવિડ પછીની પિડાઓના કારણે પણ થઇ રહ્યા છે મૃત્યુ
કોવિડના ફંગસના 44 કેસ માથી 9 ના મોત
સિવિલ હોસ્પિટલમા ચોકાવનારા કિસ્સા સામે આવ્યા
અમદાવાદ
કોરોનાની વધુ એક સાઈડ ઇફેક્ટ હોવાનું સામે આવ્યું
કોરોના ના કારણે નાક,કાન અને ગળા ની તકલીફો માં થયો વધારો
મોઢા પર સોજા ચડી જવાના કેસ પણ આવ્યા સામે
ડાયાબીટીસ અને હાઇપર ટેનસન ના દર્દી ને જો કોરોના થાય તો તેવા દર્દી માં આ લક્ષણો વધારે જોવા મળ્યા
આંખ નું વિઝન પણ જઈ શકે છે
અત્યાર સુધી આવા 44 દર્દીઓ નોંધાયા સિવિલ હોસ્પિટલ માં
આના કારણે 20 ટકા દર્દીના થાય છે મોત
નાક માં થઈ જાય છે ફંગશ
જેના કારણે થાય છે નાક માં જેના કારણે આઈ વિઝન જવું અને હાડકા ખવાઈ જવાની છે શકયતા
સાવધાન મિત્રો,
એન્ટી બોડી જનરેટ થઈ ગયાની ખુશી મનાવનારા લોકો સામે એક નવી બીમારીની ચેલેન્જ આવી ગઈ
આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે
તમને કોરોના થયો હોય અને તેમાંથી તમે હેમખેમ બહાર આવવાની ખુશી મનાવતા હોય તો ચેતી જજો. એન્ટી બોડી જનરેટ થઈ ગયાની ખુશી મનાવનારા લોકો સામે એક નવી બીમારીની ચેલેન્જ આવી ગઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસ (mucormycosis) બીમારી જોવા મળી રહી છે. અત્યાર સુધી 44 દર્દીઓ સામે આવ્યા છે. આ બીમારીથી સિવિલમાં અંદાજે 20 ટકા દર્દીઓ એટલે કુલ 9 દર્દીઓના મોત થયા છે.
આ બીમારી વિશે માહિતી આપતા ENT વિભાગના હેડ ડો. ઈલા ઉપાધ્યાય જણાવે છે કે, કોરોનાથી સાજા થયા બાદ કેટલાક લોકો મ્યુકોરમાઇકોસીસ બીમારીના શિકાર થઈ રહ્યા છે. આ બીમારીના લક્ષણોમાં દર્દીને શરદી, થોડા સમય પછી નાક બંધ થવું, રસી પડવી તેમજ અઠવાડિયા બાદ નાકમાં ગાંઠ થવાનો અહેસાસ થાય છે. દર્દી ઈલાજ માટે આવે ત્યારે નાકમાં ગાંઠ જોવા મળે છે, જેનો સિટી સ્કેન કરવું પડે છે. રિપોર્ટની મદદથી જ આ બીમારીના ફેલાવા અંગેની જાણકારી મળે છે. મ્યુકોરમાઇકોસીસ બીમારી દર્દીના અંગોમાં કેન્સર કરતા પણ ઝડપી પ્રસરે છે.
મ્યૂકોરમાઈકોસીસના લક્ષણો
આ બીમારીમાં એક પ્રકારનું ફંગસ જોવા મળે છે જે નાકમાં રહેલા હાડકાને કોતરી ખાય છે
નાક અને આંખ વચ્ચે પણ એક નાનું હાડકું હોય છે, જેને કોતરી ખાય છે
નાક અને મગજ વચ્ચે હાડકું હોય છે, જે ખવાઈ જાય છે
આ બીમારીની સીધી અસર દર્દીની આંખ અને મગજ પર થતી જોવા મળે છે
મગજ સુધી ફેલાય છે મ્યૂકોરમાઈકોસીસ
ખાલી શરદી થયા બાદ આ પ્રકારે સમસ્યા ઉભી થતી હોવાથી દર્દીઓ એડવાન્સ સ્ટેજમાં સારવાર માટે આવે છે. અત્યાર સુધી સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓમાંથી 43 ટકા એટલે 19 દર્દીઓને આંખમાં દેખવાનું બંધ થયાનું સામે આવ્યું છે, તો કેટલાક દર્દીઓને અંધાપો પણ આવ્યો છે. મ્યુકોરમાઇકોસીસનો ફેલાવો એક દર્દીના મગજમાં થયાનો પણ કિસ્સો સામે આવ્યો છે. વિદેશમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીને કારણે મૃત્યુદર 50 ટકા જેટલો જોવા મળ્યો છે, જે હાલ સિવિલમાં 20 ટકા જેટલો છે.
સિવિલમાં બીમારી સાથે લડવા તમામ સુવિધા ઉપલબ્ધ
આ બીમારીની સારવાર વિશે ડો.ઈલા ઉપાધ્યાયે જણાવ્યું કે, સિવિલ કેમ્પસના ENT વિભાગમાં આ બીમારી સામે દર્દીને સારવાર આપવાની તમામ સુવિધા છે, દર્દી OPD માં આવે ત્યારથી જ આંખ, કાન અને ગાળાની સંપૂર્ણ તપાસ કરીએ છીએ. નાકમાં ફંગસ થયું હોય તેવું જોવા મળતા જ મ્યુકોરમાઇકોસીસ બીમારીનો ખ્યાલ આવી જાય છે. દર્દીની એન્ડોસ્કોપી કરી, સવોબ લઈ કયું ફંગસ છે તે મુજબ અલગ અલગ દવાઓની સારવાર શરૂ કરીએ છીએ. જરૂરી તમામ પરિક્ષણ સિવિલમાં આવેલી પેથોલોજી અને માઇક્રોબાયોલોજી લેબમાં જ કરાવીએ છીએ. અલગ અલગ ફંગસ
કેવા દર્દીને થાય છે આ બીમારી
તેમણે વધુમાં કહ્યું કે, દર્દીનો કલ્ચર રિપોર્ટ આવે પછી ઈલાજ માટે ક્યાં ઇન્જેક્શનની જરૂર છે તેનો ખ્યાલ આવે છે. ઇન્ફોટેરેસીન B ઇન્જેક્શનથી ઈલાજ કરીએ છે. આ ઇન્જેક્શન ત્રણ પ્રકારના હોય છે, જેમાં લિપિડ, લાઇપોલાઈઝ, કોલાઈડ બેઝના ઇન્જેક્શન હોય છે. આપણે સિવિલમાં લિપિડ બેઝ ઇન્જેક્શન દર્દીઓને આપીએ છીએ. આ બીમારી કોરોનાની જેમાં એક વ્યક્તિમાંથી બીજામાં નથી ફેલાતી, જે એક સારી વાત છે. હાઈ ડાયાબિટીસ હોય, બ્લડ કેન્સર કે કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવવામાં આવ્યું હોય અથવા રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેઓ મ્યુકોરમાઇકોસીસના શિકાર થઈ રહ્યા છે. કોરોના આવ્યો તે પહેલા મ્યુકોરમાઇકોસીસના આખા વર્ષમાં દરમિયાન માત્ર એક કે બે કેસો જ આવતા હતા, પણ માત્ર બે મહિનામાં સિવિલ હોસ્પિટલમાં જ માત્ર 44 કેસો સામે આવ્યા છે.