ઉજ્જૈન ની એક યુવતી ને અમદાવાદ આવવા મજબૂર કરવા યુવકે હથેળીમાં ચીરો પાડી તસ્વીર સોસિયલ મિડિયા માં પોસ્ટ કરી,યુવતી સાથે અનેક વાર આચર્યું દુષ્કર્મ.

આજ તમે જ્યાં જુઓ ત્યાં આજની યુવા પેઢી સૌથી વધુ સમય મોબાઇલ માં વ્યતીત કરતાં જોવા મળશે,એક મિનીટ મોબાઇલ વગર આજની યુવા પેઢી રહી નાં સકે.દુનીયા કોઈ પણ ખૂણે રહેતા અજાણ્યા વ્યકિત સાથે ફક્ત એક જ ક્લિક માં કનેક્ટ થઈ થઈ શકાય અને એમાં પણ સોસિયલ મીડિયા જેવી ઘણી એવી એપ્લીકેશનો ઉપલબ્ધ છે જેનાં માધ્યમ થી યુવક-યુવતી ઓ ચેટ કરી એક બીજા સાથે વાતો કરતાં હોય છે,તસ્વીરો મોકલતા હોય છે.અને આજ એપ્લીકેશ નાં જરીએ યુવક-યુવતીઓ ને એકબીજા સાથે પ્રેમ સંબધ પણ થાય છે.આપણે અનેક વાર સોસિયલ મીડિયા નાં માધ્યમ થી પ્રેમ થતાં યુવક-યુવતી ઓ ને મળવા ગયા હોય તેવા અનેક કિસ્સા જોયા-સાંભળ્યા છે.

કોઇક વાર આવા એપ્લીકેશનો નાં યુવક-યુવતીઓ ને મુશ્કેલી માં પણ મુકી દેતા હોય છે.આવી જ મુશ્કેલી નો સામનો ઉજ્જૈન એક ની એક યુવતી ને કરવા નો વારો આવ્યો છે.
ઉજ્જૈન ની એક યુવતી સોસિયલ મીડિયા એપ્લીકેશન નાં માધ્યમ થી અમદાવાદ નાં એક યુવક નાં સંપર્ક માં આવી હતી.અમદાવાદ નાં યુવકે યુવતી ને ઉજ્જૈન થી અમદાવાદ આવવા મજબૂર કરવા માટે પોતાના હાથમાં કાપો પાડેલી તસ્વીર સોસિયલ મીડિયા માં પોસ્ટ કરી હતી.યુવતી એ યુવક દ્વારા પોસ્ટ કરેલી તસ્વીર જોઈ અમદાવાદ યુવક ને મળવા આવી હતી.અમદાવાદ આવેલી યુવતી સાથે યુવકે અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું. ભાવુક બની યુવક ને અમદાવાદ મળવા આવેલી યુવતી સાથે અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું અને યુવતી ને જયારે તેનો અહેસાસ થતાં યુવતી એ ઉજ્જૈન પોલીસ નો સંપર્ક કર્યો અને અમદાવાદ નાં યુવક ની સામે ફરીયાદ કરી હતી.યુવતી ની ફરીયાદ ને આધારે ઉજ્જૈન પોલીસ તપાસ અર્થે અમદાવાદ આવી પહોંચી હતી.
મધ્યપ્રદેશ ની યુવતી ઉજ્જૈન માં તેનાં પરીવાર સાથે હસી ખુશી થી રહેતી હતી.એક યુવકે તેને દોસ્તી ની રિકવેસ્ટ મોકલી.યુવતી એ રિકવેસ્ટ સ્વીકારી લીધી હતી,પછી એક બીજા સાથે વાતો થવા લાગી.યુવતી ને વાતો દરમિયાન ખબર પડી કે યુવક અમદાવાદ નો છે.સોસિયલ મીડિયા નાં માધ્યમ થી થતી વાતો ને કારણે યુવતી તેનાં બદઈરાદા ને ઓળખી નાં શકી.એક વખત યુવકે પોતાના હાથમાં કાપો પાડેલી લોહી નીકળતી તસ્વીર મૂકી હતી.યુવતી ગભરાઇ ગઈ.થોડી વાર પછી યુવકે યુવતી ને ફોન કર્યો અને કહ્યું કે જો તું અમદાવાદ મને મળવા નહી આવે તો હું મરી જઈશ.ગભરાઈ ગયેલી યુવતી ઘરે બહાનું કરી યુવક ને મળવા અમદાવાદ આવી પહોંચી હતી.
યુવતી જયારે અમદાવાદ આવી ત્યારે યુવક તેને મળવા આવ્યો અને ખાડીયા ની એક હોટલમાં લઈ ગયો હતો,જયાં તેણે યુવતી સાથે બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.જેથી યુવતી રડવા લાગી હતી.યુવકે યુવતી ને લગ્ન કરવાનો દિલાસો આપી અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું.યુવકે યુવતી ને કહ્યું કે મને તારી સાથે લગ્ન કરવા થોડો સમય આપ આવો દિલાસો આપી યુવતી ને મનાવી લીધી હતી.ત્યારબાદ યુવતી ઉજ્જૈન પરત ફરી હતી.યુવતી એ જયારે અમદાવાદ નાં યુવક ને ફોન કર્યો હતો,પરંતુ યુવક નો ફોન સતત બંધ આવતો હતો.યુવતી ને એ પણ નથી ખબર કે યુવકે આપેલી ઓળખાણ સાચી છે કે ખોટી.યુવતી એ તમામ બનેલી બીના તેનાં પિતા ને કરી હતી.ત્યારબાદ તેનાં પિતા એ ઉજ્જૈન પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરીયાદ કરી હતી.ઉજ્જૈન પોલીસે આ અંગે ની તપાસ અમદાવાદ પોલીસ ને સોંપી છે.
સૌરાંગ ઠક્કર,અમદાવાદ