છેલ્લા ૧૦ વર્ષથી પ્રોહિબીશનના ગુનાના કામનો નાસતો ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા પોલીસ.

રાજપીપળા, તા 25

છેલ્લા ૧૦ વર્ષથી પ્રોહિબીશનના ગુનાના કામનો નાસતો ફરતા
આરોપીને એલ.સી.બી.નર્મદા પોલીસે ઝડપી લીધેલ છે.

ઝડપી પાડતી

જિલ્લા પોલીસ વડાહિમકર સિંહ, પોલીસની માર્ગદર્શન અને સુચના
મુજબ જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને
પકડવા સારૂ તેઓના રહેણાંક તથા આશ્રય સ્થાનો
તથા બાતમીદારોથી ઝડપી પાડી જેલ હવાલે
કરવાની પરિણામલક્ષી કામગીરી કરવા સુચનાઆપેલ. જેના
અનુસંધાને એ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર
એલ.સી.બી. નાઓના
પો.સ.ઇ
સી.એમ.ગામીતે જીલ્લાના ગુનાના કામે
નાસતા ફરતા આરોપીઓની કેસ ડાયરીઓનો
અભ્યાસ કરી ટેક્નીકલ સર્વેલન્સ આધારે રાજપીપળા પોલીસ સ્ટેશન ગુ.ર.નં થર્ડ ૧૩૯/૨૦૧૦
પ્રોહિ. એક્ટ કલમ ક.૧૬ (૧) બી, ૬૫ એઈ, ૮૧ મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી
હીતેષભાઈ ભગવાનજી ઠકર૨ (રહે. અડાજણ ખલગામ રામનગર સોસાયટી જી.સુરત) સુરત
ખાતે હોવાની માહીતી મળતા અ.હે.કો. અશોકભાઇ ભગુભાઇ તથા અ.હે.કો. વિજયભાઇ
ગુલાબસીંગને સુરત ખાતે મોકલી આરોપીની સુરત ખાતે શોધખોળ કરી
આરોપીને રાજપીપલા પો.સ્ટે.ના ગુનાના કામે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આ આરોપી રાજ્યના અલગ-અલગ પો.સ્ટે.માં ચોરી તથા પ્રોહીબીશનના ગુનાઓ આચરવાનો
ઇતિહાસ ધરાવે છે. આરોપી વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ નોંધાયેલ હોઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે

તસવીર: જયોતિ જગતાપ, રાજપીપળા