રાજપીપળા, તા.15
ગરૂડેશ્વર તાલુકાના વાડી ગામે સગીર કન્યાનું અપહરણ કરતાં કેવડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેમાં ફરિયાદી પ્રભુ ભાઈ જેઠા ભાઈ તડવી રહે વાળી નિશાળ ફળિયું એ આરોપી કિરણભાઈ દેવેન્દ્રભાઈ તડવી રહેવાવાળી ઉપલુ ફળીયુ સામે કરી છે.
ફરિયાદની વિગત મુજબ આ કામના ફરિયાદી પ્રભુભાઈની સગીર છોકરીને તા.5 /12/20ના રોજ સુમારે વાડી ગામેથી આરોપી ચિરાગભાઈ દેવેન્દ્રભાઈ તડવી (રહે,વાડી,ઉપલુ ફળીયુ ) આમારા કાયદેસરના વાલીપણા માંથી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ ગુનો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા