નાંદોદ તાલુકાના રસેલા ગામમાં ભાઈના લગ્નમાં આવવા બાબતે ઝઘડો થતાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતાં ગંભીર ઇજા.
રાજપીપળા,તા. 26
નાંદોદ તાલુકાના રસેલા ગામમાં ભાઈના લગ્નમાં આવવા બાબતે ઝઘડો થતાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતાં એકને ગંભીર ઈજા થવા પામી હતી.આ અંગે ફરિયાદી કૃષ્ણભાઈ જીવણભાઈ વસાવા (રહે,રસેલા નવીનગરી) એ આરોપી કનુભાઈ અમરાભાઇ વસાવા (રહે, રસેલા નવીનગરી) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી કૃષ્ણભાઈ આરોપી કનુભાઈના દીકરાના લગ્ન હોય કનુભાઈના ઘરે ગયેલો,ત્યારે કૃષ્ણભાઈને જણાવેલ કે તારે મારા ઘરે આવવાનું નહીં.મારા દીકરાનો લગ્ન પ્રસંગ હું સાચવી લઇશ તું અહીંયા થી જતો રહે તેમ કહેતા આરોપીએ કનુભાઈને જણાવેલ કે તમારો દીકરો મારો ભાઈ થાય છે.અને તેમના લગ્ન પ્રસંગમાં હું કેમ ન આવી શકું ? તેમ કહેતાં કનુભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ કૃષ્ણભાઈ ને ગમે તેમ મા બેન સમાણી ગાળો બોલી તરત તેના પેન્ટના ખિસ્સામાંથી એક ધારદાર ચપ્પુ કાઢી મારી નાખવાના ઇરાદે કૃષ્ણભાઈ ઉપર જીવલેણ હુમલો કરી તેઓને પેટની ડાબી સાઈડ એ ચપ્પુ મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવવા ની કોશિશ કરી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ,રાજપીપળા