ગરુડેશ્વરના કારેલી ગામે લગ્નમાં કોવીડ -19 ગાઇડલાઈન જાહેરનામાના ભંગ બદલ 10 વિરુદ્ધ ફરિયાદ.
લગ્નમાં કોવીડ 19 ગાઈડ લાઈન કરતાં વધુ માણસો ભેગા કરતા ફરિયાદ નોંધાઈ.
નર્મદા જિલ્લામાં બીજો કિસ્સો બહાર આવ્યો.
રાજપીપળા,તા.13
હાલ કોરોના ના કેસો સતત ફરતા હોય સરકારે લગ્નમાં જ આપેલા છૂટછાટ પાછી ખેંચીને 100 વ્યક્તિઓને કોવીડ ગાઇડલાઇન મુજબ લગ્ન યોજવાની પરવાનગી આપી છે. ત્યારે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કારેલી ગામે લગ્નમાં નિર્ધારિત કરતાં વધુ વ્યક્તિઓ ભાગ લીધો હોવા અંગે એક વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.જેના આધારે અનલૉક 5 અને કોવીડ 19 ગાઈડલાઈન ભંગ બદલ એ.એસ. વસાવા ગરૂડેશ્વર પોલીસ એ જાતે ફરિયાદી બની આરોપી ચંપકભાઈ ગુંજાભાઈ તડવી, કુલદીપભાઈ ચંપકભાઈ તડવી,રાજેશભાઈ દિનેશભાઈ તડવી, કિશોરભાઈ મણિલાલ તડવી, ઇન્દુભાઇ હિંમતભાઈ તડવી, રામજીભાઈ લલ્લુભાઈ તડવી, ભાનુભાઈ ઇશ્વરભાઇ તડવી, ધર્મેન્દ્રભાઈ અરવિંદભાઈ તડવી, રાયસીંગભાઈ રૂપાભાઈ તડવી,રામજીભાઈ ચમરાભાઈ તડવી તમામ (રહે, કારેલી) આ 10 વ્યક્તિ વિરુદ્ધ પોલીસે ઇપીકો કલમ 269,270, 188 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. નર્મદા જિલ્લામાં આવો બીજો કિસ્સો બહાર આવ્યો છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા