ઘણા સમયથી મહેમદાવાદ નગરપાલિકાના ભ્રષ્ટાચાર બાબતેની ફરિયાદો શહેરના નાગરિકો દ્વારા કરવામાં આવેલ છે અને ઘણી વખત ન્યૂઝ પેપરોમાં પણ આવેલ છે ત્યારે આજે એક નવી ચોંકાવનારી માહિતી બહાર આવી છે જેમાં મહેમદાવાદ નગરપાલિકાના વોર્ડ નંબર – 1 ના સભ્ય પ્રિતીબેન પટેલના પતિ દર્શનભાઈ પટેલ દ્વારા મહેમદાવાદ નગરપાલિકામાં વર્ષોથી એકજ સ્થળે ફરજ બજાવતા ઓવરસીયર એટલે કે પોતે પોતાની જાતે મ્યુનિસિપલ એન્જિનિયર તરીકેનાં સરકારશ્રીની મંજૂરી વગર આ પોસ્ટ ઉપર બેસીને પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરો સાથે મળીને રોડ-રસ્તાઓ, પેવર બ્લોક, ગટર – પાણીની લાઇનો જેવા અનેક જાહેર જનતાના વિકાસ લક્ષી કામગીરીઓમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જાણવા મળતાં તેઓએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, તકેદારી આયોગ, મુખ્ય મંત્રી વિજયભાઈ રુપાણી સાથે બીજેપીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ જેવા અનેક અધિકારીઓ તથા રાજકીય નેતાઓને આ ભ્રષ્ટ કર્મચારી વિરુદ્ધ ખાતાકીય તપાસ કરાવી ગુનાહિત ઘટીત પગલાં લેવા રજૂઆત કરી છે જેમાં વધુમાં તેઓએ જણાવ્યું છે કે કોઈ પણ જાહેર નાગરિક મહેમદાવાદ નગરપાલિકાના આ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરતો બધાં જ વિભાગોમાંથી તે ફરીયાદની કાર્યવાહી કરવા ફરીને પ્રાદેશિક કમિશનર અને ચીફ ઓફિસર વર્ગ – ૧ ના એમ. એચ.બ્રાહ્મભટ્ટ પાસે જ આવે જ્યાં આ ભ્રષ્ટ કર્મચારીનું સેટિંગ હોવાથી આગની કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી જેને કારણે આ ભ્રષ્ટ કર્મચારી પોતાને મહેમદાવાદ નગરપાલિકાના બાદશાહ અકબર જેવા ખ્વાબ સાથે જીવે છે અને સરકારી રેકર્ડ સાથે ચેડાં કરી ગુજરાત સરકારને તથા મહેમદાવાદ નગરની ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરી જાહેરહીતના વિકાસનાં કામોમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યો છે
વધુમાં મળતી વિગતો મુજબ આ કર્મચારી વિરુદ્ધ થોડા સમય પહેલાં મહેમદાવાદ તાલુકાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા પણ ગુજરાત સરકારનાં અનેક વિભાગોમાં મૌખિક તથા લેખિત ફરીયાદ કરવામાં આવી છે
ત્યારે ફરીયાદી દર્શનભાઈ પટેલે તેઓની ફરિયાદમાં ઘણું બધું જણાવ્યું છે જેમાં એક તાજા ઉદાહરણ તરીકે મહેમદાવાદ શહેરનાં આસ્થા ગ્રીન હાઉસ પાછળ આવેલા વળવાડા કુવા વિસ્તારમાં તેઓનાં અંગત માનીતા કોન્ટ્રાક્ટને આ વિસ્તારનો આર.સી.સી. બનાવવાનો વર્ક ઓર્ડર આપ્યો હતો જે વર્ક ઓર્ડરના નિયમો પ્રમાણે જોવા જઈએ તો આ રોડ ૧૭/૧૯ ઇંચનો બનાવવાનો હતો પરંતુ તેની જગ્યાએ માત્ર ૧૧ ઈંચનો બનાવીને ખુબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે
ત્યારે વધુમાં તો આ રોડની ગ્રાન્ટ એ ટ્રાઈબલ એરીયા એટલે કે આદિવાસી વિસ્તારોમાં કામ કરવા માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલ પરંતુ આ વળવાડા વિસ્તારમાં એક પણ આદિવાસી રહેતા ન હોય તો પણ તેઓએ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા અન્ય કેટલાક લોકો સાથે મળીને પોતાની સત્તાનો દુરુપયોગ કરી આ ગ્રાન્ટ ખોટી જગ્યાએ વાપરી તે તો ઠીક પણ એમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે ત્યારે છેલ્લા ૧૦ વર્ષમાં આવા અનેક કામો કરવામાં આવ્યાં છે તથા તેને લગતી ફાઇલો પણ પોતે પોતાના અંડર રાખીને સાચો રેકોર્ડ છુપાવી છે તે સરકારના ઓડિટ રિપોર્ટમાં જણાવાયું છે ત્યારે આવાં અનેક ગોટાળાના ચક્કરમાં સરકાર થી લઈને અનેક તપાસ અધિકારીને ગેરમાર્ગે દોરી ખોટા દસ્તાવેજો રેકોર્ડ ઉભા કરીને આ ભ્રષ્ટ કર્મચારીએ સરકારના જાહેરહીતના નાણાંને ઘર ભેગા કરીને સરકારી તિજોરીને ગંભીર આર્થિક નુકસાન પહોંચ્યું છે
જે બાબતેની ફરિયાદો કરતા આજે ભારતીય જનતા પાર્ટીનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ દ્વારા મહેમદાવાદ નગરપાલિકાના હાલનાં પ્રમુખને આ ફરિયાદ બાબતે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે ત્યારે પ્રમુખ સાથે ગુજરાત સરકારનાં લાગતા વિભાગ દ્વારા
મહેમદાવાદ નગરપાલિકાના ઓવરસીયર ભ્રષ્ટ કર્મચારી વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે….? કે કેમ….? તે તો આવનાર સમયમાં ખબર પડશે…!!