રાજ્યમાં ચાલી રહેલા મતદાર યાદી સુધારા કાર્યક્રમ હેઠળ 13મી ડિસેમ્બરે ખાસ મતદાર યાદી સુધારા ઝૂંબેશ યોજાશે.
13મી ડિસેમ્બરે ખાસ ઝૂંબેશના દિવસે બધા જ મતદારો પોતાના વિસ્તારોના મતદાન મથકોએ સવારના 10 થી સાંજના પાંચ વાગ્યા સુધી બુથ લેવલ ઓફિસર પાસેથી નિયત ફોર્મ મેળવીને મતદાર યાદીમાં નામ ઉમેરવું, રદ કરવું અથવા સરનામા કે અન્ય વિગતો સુધારવી જેવી કામગીરી કરી શકશે.
જે કોઇ મેમ્બર ના નામ મતદારયાદી માં નોંધાવવા ના રહી ગયેલ હોય તેમના માટે નામ નોંધાવવાની પ્રક્રિયા /ઝુંબેશ ચાલુ છે જેનો લાભ દરેકે ઉઠાવી નામ નવી મતદારયાદી માં અચુક નોંધાવી લેવા.