રાજપીપળા કરજણ સિંચાઈયોજના-4ના કાર્યપાલક ઇજનેર સામે અનેક ફરિયાદો બાદ બદલી.

રાજપીપળા કરજણ સિંચાઈયોજના-4ના કાર્યપાલક ઇજનેર સામે અનેક ફરિયાદો બાદ બદલી.

કેવડીયા ખાતે રાષ્ટ્રપતિના કાર્યક્રમના આયોજન વખતે ફરજમાં બેદરકારી દાખવવા બદલ તેમને તંત્ર દ્વારા નોટિસ પણ ફટકારી હતી.

જેમની બદલી નર્મદા યોજના પુનઃવસવાટ બાંધકામ વિભાગમાં બદલી કરવામાં આવી

રાજપીપળા, તા 24

છેલ્લા ઘણા વખતથી વિવાદોમાં રહેલા રાજપીપળા કરજણ સિંચાઈયોજના-4ના કાર્યપાલક ઇજનેર જેડી વાઘેલાની આખરે બદલી કરી દેવામાં આવી છે .જેમની બદલી નર્મદા યોજના પુનઃવસવાટ બાંધકામ વિભાગમાં બદલી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યપાલક ઇજનેર વિરુદ્ધ અનેક ફરિયાદો થઇ હતી.જેના કારણે તેઓ હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહ્યા હતા. ખાસ કરીને નવેમ્બર માસમાં કેવડીયા ખાતે રાષ્ટ્રપતિના કાર્યક્રમના આયોજન વખતે ફરજમાં બેદરકારી દાખવવા બદલ તેમને તંત્ર દ્વારા નોટિસ ફટકારી હતી.અને ઉચ્ચ કક્ષાએ આ અંગે જાણ કરી ખુલાસો પણ માંગ્યો હતો. ત્યાર બાદ રાજપીપળા કરજણ કરજણ સિંચાઈ યોજના -૪ના કર્મચારીઓ પણ તેમની જોહુકમીથી કંટાળીગયા હતા. આ કર્મચારીઓએ સામૂહિક રીતે તેમની બદલી કરવાની લેખિત રજૂઆત કરી માંગ કરી હતી .સરકારે તેનીગંભીર નોંધ લેતા કાર્યપાલક ઇજનેર જે ડી વાઘેલાની બદલી કરી દેવાતા કર્મચારીઓમાં.આનંદ ની લાગણી છવાઇગઈ.
છે

રિપોર્ટ: જ્યોતિ જગતાપ,રાજપીપળા