અમદાવાદ: શહેરના મેમ્કો રેલ્વે ટ્રેક નજીકથી સળગવેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર

અમદાવાદ: શહેરના મેમ્કો રેલ્વે ટ્રેક નજીકથી સળગવેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસને આશંકા છે કે, હત્યા કર્યાં બાદ લાશનો નાશ કરવા માટે યુવતીનો મૃતદેહ સળગાવી દેવામાં આવ્યો છે. મેઘાણીનગર પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.