આદિવાસીઓના આંદોલનને ધીરે-ધીરે રાજ્યના આદિવાસીઓનું સમર્થનથી રાજ્યસરકાર હરકતમા
6ઠ્ઠા દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીનર્મદા ના હરેશ વસાવા,સહિત ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશીયારા, દાંતાના ધારાસભ્ય કાંતીભાઇ ખરાડી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસી નેતાઓએ સત્યાગ્રહી છાવણીએ ધરણાં આંદોલનને સમર્થન આપતા રાજકીય ગરમાવો
ગુજરાતના ગાંધીનગર ખાતે હાલ આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરતા લોકોને દૂર કરી સાચા આદિવાસીઓને ન્યાય આપવા “સાચા આદિવાસી બચાવો સમિતિ”દ્વારા ધરણાં પ્રદર્શન કરી આંદોલન ચલાવાઈ રહ્યું છે. આ આંદોલનને ધીરે-ધીરે રાજ્યના આદિવાસીઓનું સમર્થન પણ મળી રહ્યું છે. કેન્દ્ર સરકારના પૂર્વ આદિજાતિ મંત્રી અને ભરૂચ લોકસભાના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ તો આ આંદોલનને પોતાનું ખુલ્લું સમર્થન પણ જાહેર કર્યું છે અને અધિકારીઓના નામે એમણે રૂપાણી સામે તલવાર તાણી છે. આમ છતાં સરકારના પેટનું પાણી પણ હાલતું નથી. આ આંદોલનના 6ઠ્ઠા દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા, ભિલોડાના ધારાસભ્ય અનિલ જોશીયારા, દાંતાના ધારાસભ્ય કાંતીભાઇ ખરાડી, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગ્રેસી નેતાઓએ સત્યાગ્રહી છાવણીએ ધરણાં આંદોલનને સમર્થન આપવા આવ્યા હતા.
આ દરમિયાન નર્મદા જિલ્લા કોંગ્રેસના યુવા નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાએ આંદોલનકારીને સંબોધતા જણાવ્યું કે, “આ આંદોલન જો સમગ્ર વિસ્તારમાં થયું હોત તો સરકાર ક્યારની ઝૂકી ગઈ હોત.હાલ પોતાના પ્રશ્નો મુદ્દે આદિવાસીઓ પોત પોતાના વિસ્તારમાં આંદોલન કરે છે એની જગ્યાએ આદિવાસીઓએ એક થઈ એક જ જગ્યાએ આંદોલન કરે તો સરકારને જુકવું જ પડે, આદિવાસીઓએ અંતર મિટાવવું પડશે. વર્ષોથી આપણો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આપણને આપણી જાતિ પર ગર્વ અને અભિમાન હોવું જોઈએ કે, લોકોએ આદિવાસી બનવા ખોટા પ્રમાણપત્રોનો સહારો લેવો પડે છે.આદિવાસી ભૂખે મરશે, પણ બીજી જ્ઞાતિમાં કોઈ દિવસ જવા તૈયાર નહી થાય. ઘણાં આદિવાસીઓને આ આંદોલનમાં ભાગ લેવો છે, પણ એમની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે નથી આવી શકતા અને જો કોઈ એમને લાવવાનો પ્રયત્ન કરે છે, તો સરકાર એમના પર ખોટા ખોટા કેસો કરીને દબાવી દે છે એટલે તેઓ સાહસ નથી કરી શકતા.”
સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નર્મદા જિલ્લાના લોકોને મફત પ્રવેશ માટે આ આદિવાસી નેતાએ રૂપાણીને પ્રથમ રજુઆત કરી હતી PM મોદીએ 31મી ઓક્ટોબર 2018ના રોજ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશ વસાવાએ CM રૂપાણીને એક પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, “નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણમાં સ્થાનિક આદિવાસીઓની જમીનો ગઈ છે. તો નર્મદા જિલ્લાની તમામ પ્રજા, BPL ધારકો, નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટમાં જેણે પણ જમીન ગુમાવી છે એ તમામ આદિવાસીઓ અને એમની આવનાર પેઢીને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નિઃ શુક્લ પ્રવેશ આપો.”એવીમાંગણી કરી હતી પણ સરકાર આદિવાસીઓ ના પ્રશ્નોની ઘોર અવગણના કરી રહી છે ત્યારે આગામી દિવસોમાં મા ગુજરાતમા મોટા પાયે આદિવાસીઓ નુ આંદોલન થાય તેવા અણસાર પર આપ્યા હતા