*પાયલબેન શુકલા, સિનિયર કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર જિલ્લા દ્વારા કોરોનાની રસી લેવા લોકોને કરવામાં આવી અપીલ*

જામનગર: સિનિયર કોચ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર જિલ્લાના પાયલબેન શુકલા દ્વારા વેકસીન લેવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. તેમના જણાવ્યા મુજબ જામનગર મહાનગરપાલિકા ના અને જિલ્લાપંચાયત કોઇપણ આરોગ્ય કેન્દ્ર માં અથવા નકકી કરેલ પ્રાઇવેટ હોસ્પીટલ માં જઈને ૪૫ થી ૬૦ વર્ષ ની ઉંમર ધરાવતા નાગરિકો વેક્સિન મુકાવી શકે છે તે માટે કોઈપણ ડોકટરી સર્ટીફીકેટ જરૂરિયાત નથી માત્ર આધાર કાર્ડ સાથે લઇ વેક્સીનેશન માટે જઈ શકો છો તો તમામ નાગરિકોને વેક્સિન લેવા માટે નમ્ર અપીલ છે. વેક્સીનેશન માટે નો સમય સવારે ૯ થી રાત્રે ૮ સુધી નો છે. હાલ વેક્સીન જ કોરોના ને હરાવી શકે તેમ છે તો આપ સર્વે ને વેક્સીનેશન કરાવવા નમ્ર વિનંતી છે. આ સાથે નજીક વેક્સીનેશન ના બધા સેન્ટરો ની મુલાકાત લેવા દરેક યોગ ટ્રેનર્સ ને પોતાના ડ્રેસ માં એક ફોટો લઇ મને મોકલવો અને ગ્રુપ માં સેર કરો આપણું આઈ કાર્ડ સાથે રાખશો તો તમને રસી પણ મૂકી આપશે આપડે હવે ગવર્મેન્ટ ના યોગ ટ્રેનર્સ છીએ તો આ ગવર્મેન્ટ દ્વારા શરૂ કરેલા અભિયાન માં જાતે જોડાવ અને લોકો ને જોડવા અપીલ કરવામાં આવે છે.