*પેટાચૂંટણીનો જંગ જીતવા મંત્રીઓનો સોપી જવાબદારી*
ભાજપ સરકારના 8 મંત્રીઓને જુદી-જુદી આઠ વિધાનસભાની જવાબદારી સોપવામાં આવશે ભાજપ દ્વારા અત્યારે,અબડાસા બેઠક મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મહામંત્રી કે.સી પટેલલીમડી બેઠક મંત્રી આર. સી. ફળદુ મહામંત્રી નીતિન ભરદ્વાજ કરજણ બેઠક મંત્રી પ્રદીપસિંહ જાડેજા મહામંત્રી શબ્દ શરણ ભ્રમભટ્ટડાંગ બેઠક મંત્રી ગણપતસિંહ વસાવા નેતા પુરણેશ મોદીકપરાડા બેઠક મંત્રી ઈશ્વર પટેલ મહામંત્રી ભરતીસિંહ પરમારમોરબી બેઠક મંત્રી સૌરભ પટેલ ઉપાધ્યક્ષ આઈ. કે.જાડેજાગઢડા બેઠક મંત્રી કુંવરજી ભાઈ બાવડીયા ઉપાધ્યક્ષ ગોરધન ઝાડફિયાધારી બેઠક મંત્રી હકુભાનેતા ધનસુખ ભન્ડેરી
***********
*પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય લટક્યો*
પેટાચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાય તો પ્રમુખપદની જાહેરાત થશે નહીં. ચૂંટણી જાન્યુઆરીમાં યોજાશે તો પ્રમુખપદની જાહેરાત કરાઈ શકે છે.એક સપ્તાહ બાદ થશે ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીગુજરાતમાં હાલમાં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી બાદ અટકળો લગાવામાં આવી રહી હતી કે, રાજ્યમાં ભાજપ પ્રદેશ પ્રમુખની વરણી સહિત સંગઠનમાં મોટા પાયે ફેરફાર થાય તેવી શક્યતા છે. જો કે ભાજપ પ્રદેશ પ્રમુખની વરણીનો નિર્ણય એક સપ્તાહ સુધી લંબાવી દેવામાં આવ્યો છે
***********
*ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ફટકારી નોટિસ*
દેશની તમામ યુનિવર્સિટીઓની પરીક્ષા અને પ્રવેશ પ્રક્રિયા પર હાલ રોક લગાવવાની માગ સાથે જાહેરહિતની અરજીના મામલે યુજીસી, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. હાઈકોર્ટેમાં અરજદારે રજૂઆત કરતા યુજીસીની એપ્રિલની માર્ગદર્શિકાના આધારે યુનિવર્સિટીઓ શરૂ કરવા કાર્યવાહી કરી હતી, જે ગૃહ વિભાગના દિશાનિર્દેશ વિપરીત હોવાનું જણાવ્યું હતું. ત્યારે આ અંગેની વધુ સુનાવણી 6 જુલાઈએ હાથ ધરાશે.
*************
*રાજકોટ મનપાની સામાન્ય સભામાં ભારે હંગામો*
શહેરની મનપાની સમાન્ય સભા શરૂ થતાની સાથે હંગામો થયો. સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ કોંગ્રેસ દ્વારા સામાન્ય સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.કોંગ્રેસના કોર્પોરેટર બીમાર હોવાથી હાજરીને લઈ વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી કોંગ્રેસના કોર્પોરેટરો સામાન્ય સભા છોડી બહાર જતા રહ્યા હતા. કોર્પોરેટર દ્વારા ધરણા કરી રામધૂન બોલાવવામાં આવી હતી.
*********
*મહંતોએ સીએમ રૂપાણી સાથેની મુલાકાત*
દેવભૂમિ દ્વારકામાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કથાકાર મોરારિ બાપૂ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો ગુજરાતમાં પડ્યા હતા. અનેક સાધુ-મહંતોએ પણ આ ઘટનાને વખોડી હતી. ત્યારે આ ઘટનાને લઈને સાધુ સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરવામાં આવી હતી. જેમાં દુધરેજ મંદિરના મુખ્ય મહંત કનિરામ મહારાજ, જગન્નાથ મંદિરના મુખ્ય મહંત દિલીપદાસ મહારાજ,થલતેજ મંદિરના મહંત મોહનદાસજી મહારાજ સહિત સાધુ સંતો રજૂઆત કરવા માટે મુખ્યમંત્રીના નિવાસ્થાને પહોંચ્યા હતા.
*************
*ઓનલાઇન શિક્ષણને લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી*
ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઇન શિક્ષણને લઈને જાહેરહિતની અરજી થઈ છે. 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઓનલાઇન શિક્ષણમાંથી મુક્તિ આપવાની અરજદારે માંગ કરી છે. અરજદારે ગુજરાત હાઈકોર્ટેમાં રજૂઆત કરતા કહ્યું આ બાળકોની એટલી ઉંમર નથી કે તેમને ઓનલાઈન શિક્ષણ આપી શકાય. રમવા કૂદવાની ઉંમરે ઓનલાઇન શિક્ષણ બાળકો માટે ગંભીર બાબત હોવાનું અરજદારે જણાવ્યું છે. 6 વર્ષની ઉંમરના બાળકોમાં માનસિક પરિપક્વ નથી હોતા તેમજ ઓનલાઇન શિક્ષણથી બાળકો પર વિપરીત અસર થઈ શકે છે તેવી પણ રજૂઆત અરજદારે કરી છે. ત્યારે આ અંગેની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.
*************
*અશ્લીલ તસવીરો શિક્ષકોના ગૃપમાં મુકતા હડકંપ*
જામનગર જિલ્લાના ધુતારપરમાં આચાર્ય દ્વારા અશ્લીલ તસવીરો વાયરલ કરવાનો મામલે તપાસના આદેશ અપાયા હતા. આચાર્ય અને શિક્ષિકાની અશ્લીલ તસવીરો શિક્ષકોના જ ગ્રુપમાં ખુદ આચાર્યએ વાયરલ કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. શિક્ષણ જગતને લાંછન લગાડતા આ સમાચાર કિસ્સાને જિલ્લા શિક્ષણ અધિકારીએ વખોડી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી કહ્યુ હતુ કે આ પ્રકારના અમુક કિસ્સાઓ સમગ્ર શિક્ષણ જગતને લાંછન લગાડે છે.
************
*ગુજરાત યુનિવર્સિટી ખાતે રજિસ્ટ્રારને બંગડી આપી વિરોધ*
અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા રજિસ્ટ્રાર પી.એમ પટેલને બંગડી આપી વિરોધ કરવામાં આવ્યો. એડમિશન પ્રક્રિયા પારદર્શી બનાવવા માટેની વારંવાર રજૂઆત કરવા છતા કોઈ યોગ્ય નિર્ણય ના લેવાતા એબીવીપીએ વિરોધ કર્યો.
***********
*સુરતના લીંબાયત વિસ્તારમાં ધોળા દિવસે લાખોની લૂંટ*
CNG પંપના મેનેજર પાસેથી લાખોની લૂંટ, સુરતના લીંબાયત વિસ્તારમાં ધોળા દિવસે લાખોની લૂંટની ઘટના બની. શહેરના મહારાણા પ્રતાપ ચોકમાંથી CNG પંપના મેનેજર લાખો રૂપિયા બેંકમાં જમા કરાવવા જઈ રહ્યો હતો ત્યારે બે બાઈક પર આવેલા ચાર શખ્સોએ મેનેજર પાસેથી રોકડ ભરેલી બેગ છીનવી લીધી હતી. અને રફૂચ્ચ્કર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા લીંબાયત પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG અને ઉચ્ચ અધિકારીઓએ તપાસ શરુ કરી છે.
*************
*પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે કોંગી કાર્યકરોનો વિરોધ*
સુરત શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે વરસતા વરસાદમાં કોંગ્રેસના કાર્યકરોએ ગળામાં બેનરો પહેરી ઘોડા ગાડી અને સાયકલ ફેરવીને વિરોધ નોંધાવ્યો હતો અઠવાલઈન્સ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિરોધ પક્ષના નેતા સહિત કોંગ્રેસીઓની અટકાયત કરી છે.માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંધન કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં ઘણા કોંગ્રેસીઓએ માસ્ક પણ પહેર્યા ન હતા.
***********
*પતિને દગો આપનાર પત્નીને ૧૦ લાખ દંડ ભરવો પડયો*
યૂએઈના ફુજૈરા: દગાખોરીના આરોપમાં એક મહિલાને જ્યારે પોતાના પતિને 10 લાખ 28 હજાર રૂપિયાનુ વળતર આપવુ પડ્યુ હતુ. આ મામલો યૂએઈના ફુજૈરાનો છે જ્યાં અદાલતે પોતાના પતિને દગો આપનારી મહિલાને આ વળતરની રકમ આપવાનો આદેશ કર્યો હતો.
***********
*વિપક્ષના આકરા સવાલો*
બીઆરટીએસની બેઠક યોજવામાં આવી. કોરોનાના કહેરને કારણે વરચ્યુઅલ રીતે યોજાયેલી બેઠકમાં વિપક્ષે કમિશનર સામે રોષ પ્રગટ કર્યો હતો. વિપક્ષી નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે કોર્પોરેશન બીઆરટીએસને ગ્રાન્ટ આપતી હોવા છતા શા માટે તેનું કોર્પોરેશન દ્વારા ઓડિટ કરવામાં આવતું નથી.ભ્રષ્ટાચાર ખુલો પડી જાય તેવી બીકે કોર્પોરેશન દ્વારા તેનું ઓડિટ કરાતું નથી. 2017માં 86 કરોડના ખર્ચે આઈટીએમએસ અંતર્ગત બીઆરટીએસ અદ્યતન બનાવામાં આવ્યુ.
************
*અમદાવાદ મેટ્રો કોર્ટ ખાતે વકીલોનો વિરોધ*
અમદાવાદ મેટ્રો કોર્ટ ખાતે વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. નીચલી કોર્ટના એક વકીલ આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. નીચલી કોર્ટ ચાલુ કરવાના મુદ્દે વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. વર્ષોથી વકીલાત સાથે જોડાયેલા વકીલો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોર્ટ ચાલુ કરવા બાબતે અનેકવાર રજૂઆત કરાઈ છતાં કોઇ નિરાકરણ ન આવતા વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
*************
*ચારધામ યાત્રા જુલાઈથી નિયમો સાથે થશે શરૂ*
કોરોના વાયરસના સંકટકાળમાં સરકારે પ્રતિબંધો હળવા કરતા સામાન્ય લોકો માટે ચારધામ યાત્રાને મંજૂરી આપી દીધી છે. સરકારે માર્ગદર્શિકા જાહેર કરતાં 1લી જુલાઇથી ચારધામની યાત્રા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. અલબત શરૂઆતમાં આ યાત્રા માટે રાજ્ય સ્તરેથી શરૂ કરી છે. નવી ગાઇડલાઇન મુજબ રાજ્યના ગ્રીન ઝોનમાં રહેનાર તમામ લોકો આ યાત્રાનો લાભ લઇ શકશે. તે ઉપરાંત કન્ટેઇન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં રહેનાર કોઇ પણ વ્યક્તિને ચારધામ યાત્રા કરવાની મંજૂરી અપાશે નહીં. આ યાત્રાનો લાભ માત્ર ઉત્તરાખંડના લોકોને જ મળશે. સરકારે સીમિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓને યાત્રા કરવા માટે અનુમતિ આપી છે.
*************
*સુરતમાં ખેડૂત સમાજે વડાપ્રધાનને લખ્યો પત્ર*
સુરત ગુજરાત ખેડૂત સમાજે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો હતો. પત્રમાં ભારત સરકારના દૂધ પાઉડરની આયાત કરવાના નિર્ણયથી પશુપાલકો પરેશાન હોવાની રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં દેશમાં 1 લાખ 25 હજાર ટન પાવડરનો વિપુલ જથ્થો છે. ગુજરાતમાં દૂધ સંઘ પાસે ૭૦ હજારનો જથ્થો છે. છતાં દસ હજાર ટનની આયાત કરવાનો નિર્ણય કરાયો છે. પાવડર આયાત કરવાથી દેશમાં દૂધના પાઉડરનો કિલોએ સો રૂપિયાનો ઘટાડો થશે. પશુપાલકોને લિટર દીઠ પાંચ રૂપિયાના નુકસાન થવાની રજૂઆત કરાઇ હતી.
**********
*કેસને લઈને હીરા ઉદ્યોગ બંધ કરવા માગ*
સુરતમાં કોરોના પોઝીટીવના 4 હજાર 838 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે. જે પૈકી 650 જેટલા કેસ રત્ન કલાકારોનાં નોંધાઇ ચુક્યા છે. ખાસ કરીને રત્નકલાકારોમાં વધતા કોરોનાના કેસોને લઇને મનપા કમિશનરે ચિંતા વ્યક્ત કરી. મનપા કમિશનરે તાત્કાલિક ધોરણે વીડિયો કોન્ફરન્સ મિટિંગનું આયોજન હાથ ધર્યુ હતુ. જેમાં તમામ ઝોનના અધિકારીઓ, આરોગ્યના ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. મીટિંગમાં આરોગ્ય કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા હીરા ઉદ્યોગ બંધ રાખવાનો સુર ઉઠ્યો હતો. બીજી તરફ હીરા ઉદ્યોગના અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં હીરા ઉદ્યોગ બંધ કરવામાં ન આવે તેવી માંગ છે. જો હીરા ઉદ્યોગ બંધ કરવામાં આવશે તો લાખો લોકો બેરોજગાર બનશે.
*************
*પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો વિરોધ*
તો આ તરફ સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઘોડાગાડી અને સાયકલ દ્વારા દેખાવો કરવામાં આવ્યો. આ સાથે પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો પાછો ખેંચવાની માગ કરવામાં આવી હતી. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે આક્રમક રીતે દેખાવ કરી રહેલા કોંગ્રેસીઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પોસ્ટર બાળવાનો પ્રયાસ કર્યો હતો.
*************
*ટ્રકે 3 કાર અને 2 બાઇકને લીધા અડફેટે*
રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ નજીક અકસ્માત થયો હતો ટ્રકની બ્રેક ફેઇલ થતા ટ્રકે 3 કાર અને 2 બાઇકને અડફેટે લીધા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
*********
*ડભોઈમાં થઈ જૂથ અથડામણ*,
વડોદરાનાં ડભોઇમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ડભોઇ નગરપાલિકા ચાર રસ્તા પાસે બંને જૂથ વચ્ચે શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી થઇ. ત્યાર બાદ વાત વધુ વણસતા બંને જૂથે એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં એક વ્યક્તિને ઇજા થઇ હતી, સારવાર અર્થે ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસ કાફલો તેમજ સ્થાનિક ધારાસભ્ય શૈલેષ મહેતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ થાળે પાડી હતી,
*************
*પરીક્ષાને લઈને કોંગ્રેસે યોજી પ્રેસ કોન્ફરન્સ*
GTU મુદે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પત્રકાર પરિષદ યોજી હતી અને પરીક્ષા પાછી ઠેલવવાની માગ કરી હતી. GTUની પરીક્ષાને લઈને છેલ્લાં કેટલાય દિવસથી એનએસયૂઆઈ આ અંગે વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર નિશાન સાધતાં કહ્યું કે સત્તામાં બેઠેલા લોકો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિત સચવાય તેને પ્રાથમિકતા આપવી જોઈએ. સાથે જ ગરીબ વિદ્યાર્થી માટે ઓનલાઈન પરીક્ષા શક્ય નથી. તેમજ અમિત ચાવડા GTU પરીક્ષા સમયે થર્મલ સ્ક્રીનિગ કોરોનાની પરિસ્થિતિમાં પૂરતું નથી અને ઓનલાઇન પરીક્ષામાં નેટવર્ક સ્પીડને લઈ દુવિધાની પણ વાત કરી હતી.
*************
*રાજ્ય સરકારે કરોડોના ખર્ચે મેડ ઇન ચાઇના ટેબ્લેટ આપ્યા*
રાજ્ય સરકારની આર્થિક તંગી અને આવક ઘટી હોવાનો સ્વીકાર. બીજી તરફ સ્વદેશી અપનાવો અને ચીનનો બહિષ્કારની વાતો વચ્ચે.રાજ્યની શાળાઓમાં કરોડોના ખર્ચે ટેબલેટ અને તે પણ મેડ ઈન ચાઈના. દેશમાં ચીનની સરહદે તણાવ ચાલી રહ્યો છે અને તેની અડાઈના કારણે દેશમાં સ્વદેશી અપનાવવાની અને ચીનનો બહિષ્કાર અને આત્મનિર્ભર બનવાની વાત પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, તેવામાં મેડ ઇન ચાઇના ટેબ્લેટ શાળામાં પહોંચી રહ્યા છે. જેને લઇને પણ શૈક્ષણિક સંઘો પણ અચંબામાં છે અને નારાજગી દર્શાવી રહ્યા છે.
*************
*પ્રેમમાં અંધ બની મહિલા પતિને કહી દીધું જે કરવુ હોય કર*
વડોદરા મકરપુરા વિસ્તારમાં રહેતી ચાર સંતાનની માતાને પોતાનાથી અડધી ઉંમરના યુવક સાથે પ્રેમ સંબંધ થઇ ગયો છે. પતિના વારંવાર સમજાવવા છતાંય બંન્નેમાંથી એકેય પ્રેમ સંબંધ તોડવા રાજી નથી. આથી ઊલ્ટાનું પ્રેમી યુવકે તો પ્રેમિકાના પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપતા મકરપુરા પોલીસે ગુનો નોંધી પ્રેમી યુવકની ધરપકડ કરી છે.
*ચાર સંતાનોની માતા છે મહિલા*
મૂળ બિહારનો શ્રમજીવી વર્ષ ૧૯૯૨માં કામ ધંધાની શોધમાં વડોદરા આવ્યો હતો. ત્યારબાદ વડોદરામાં જ સ્થાયી થઇ ગયો હતો. અહીં વસવાટ કર્યાના લગભગ છ વર્ષ બાદ તેણે બિહાર જઇને લગ્ન કર્યા અને પછી પત્નીને લઇ તે વડોદરા પાછો આવ્યો હતો. સુખી લગ્ન જીવનના પરિણામરૃપ તેને બે પુત્રી અને બે પુત્ર છે. સૌથી મોટી પુત્રીની ઉંમર ૧૬ વર્ષની છે. શ્રમજીવીની ઉંમર હાલમાં ૪૬ વર્ષ છે અને તેની પત્નીની ઉંમર ૪૦ વર્ષની છે.
*પતિની ગેરહાજરીમાં પ્રેમીને બોલાવતી*
પતિ ઘરે ન હોય ત્યારે પરિણીતાનો પ્રેમી પ્રેમિકાના ઘરે જતો રહેતો હતો. પરિણીતા પણ ઘરમાં સંતાનો હોવા છતાંય પ્રેમીને ઘરે બોલાવતી હતી. પ્રેમમાં અંધ બનેલી પત્ની તેના પતિને બેધડક સંભળાવી દેતી હતી કે તારે જે કરવુ હોય તે કર હું તો પ્રેમ સંબંધ રાખીશ જ. આ પ્રેમ સંબંધની જાણ મકાનમાલિકને થતા મકાન માલિકે તેમનું મકાન પણ ખાલી કરાવ્યુ હતું. મકાન બદલ્યા પછી બંન્ને વચ્ચેનો પ્રેમ સંબંધ બંધ થઇ જશે તેવી પતિની આશા ઠગારી નિવડી હતી.
*************