રાજપીપળા સિંધીવાળડ, રબારી ફળિયામાં એક જ કોમના બે જૂથ વચ્ચે ધિંગાણું. બંદૂક,ધારીયુ, તીર, લાકડી જેવા મારક હથીયારો ઉછળ્યા. મારામારી પ્રકરણમાં બંદૂક છીનવી લઇ તોડી નાખી. સામ સામે કુલ 11 ઈસમો સામે પોલીસમાં ફરિયાદ.

રાજપીપળા,તા.20
રાજપીપળા સિંધીવાળડ, રબારી ફળિયામાં એક જ કોમના બે જૂથ વચ્ચે ધિંગાણું સર્જાયુ અંગત અદાવતે બંદૂક,ધારીયુ, તીર, લાકડી જેવા મારક હથીયારો ઉછળ્યા હતા જેમાં ત્રણને ઇજા થવા પામી હતી,મારામારી પ્રકરણમાં બંદૂક છીનવી લઇ તોડી નાખતા રાજપીપળા પોલીસ મથકે સામ સામે કુલ 11 ઈસમો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં પ્રથમ ફરિયાદમાં ફરિયાદી યાહીનખાન મેહમુદખાન પઠાણ (રહે,રાજપીપળા આરઝૂ સોસાયટી)એ આરોપી હસનભાઈ અજીજ શેખ,ઇમ્તિયાજ અજીજ શેખ,હમીદ અજીજ શેખ, અલ્લારખાં નજીમમિયા શેખ, મુન્નીબેન શેખ, શાબેરાબાનુ શેખ તમામ (રહે, રાજપીપળા સિંધીવાડ ) સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી યાહીનખાન ના પિતા મહેબૂબખાન પઠાણ પસાર થતા હતા તે દરમિયાન આરોપી ઇમ્તિયાજ અજીજ શેખ કુતરાને છૂટો પથ્થર મારતાં પથ્થર મહેબૂબખાને માથાના ભાગે વાગી જતા બન્ને પક્ષે ઝઘડો થયેલો તે બાબતે બંને પક્ષો વચ્ચે અંદરો અંદર સમાધાન થયેલ ઝઘડાની રીસ રાખી, યાહીનખાનના ભત્રીજા અસલ્મખાન અલીખાન પઠાણના, પિતા મહેબૂબખાન જેવો બંદૂક લાઇસન્સ ધરાવતા હોય બંધુક જમા કરાવવા માટે શાહેદ જબ્બારખાન મહેબૂબખાન પઠાન સાથે જતા હતા, તે દરમિયાન આરોપીઓએ ઝઘડો કરેલ શેખ અસલમે ફોન ઉપર જાણ કરી બોલાવતા યાહિનખાનના ભાણેજ સહેજાદ અનવરહુસેન સૈયદ પણ આવી જતાં તેઓ સાથે આરોપીઓ એક સંપર્ક કરી અસલમભાઈ પાસેની બંદૂક ખુચવવાની કોશિશ કરતા સહેજાનખાન બંદૂક લેવા જતા આરોપીઓ હથિયારો સાથે હુમલો કરતા યાહીનખાન પણ વચ્ચે પડતા આરોપીઓ હસન શેખે ધારીયુ ધારણ યાહીનખાનના જમણા પગના નળાના ભાગે જમણી બાજુ મારી ગંભીર જીવલેણ ઇજા કરેલ તેમજ સાહેબ સહેજાનખાન પાસેથી બંદૂક છીનવી લઈ તોડી નાંખી આરોપી અલ્લારખા શેખે તીર ધારણ કરી તેમજ ઈમ્તિયાઝે લાકડીથી સહેજાદખાનને લાકડીથી બરડાના ભાગે ઉપરાઉપરી સપાટા મારી ગંભીર ઇજા કરતાં પોલીસે છ ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે સામે બીજી ફરિયાદમાં રાજપીપળા સિંધી વાળ ફળિયામાં જૂની અદાવતે ઝઘડો થતા બંદૂકો ઉગામી હાથમાં બંદૂકનો બટનનો ભાગ મહિલાને પાછળ પીઠના ભાગે મારતા આ અંગે રાજપીપલા પોલીસ મથકે પાંચ ઇસમો સામે રાજપીપળા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.જેમાં ફરિયાદી સાહેરાબાનું અબ્દુલશેખ અજીજભાઈ શેખ આરોપીઓ જબ્બારખાન મહેમુદખાન પઠાણ, યાહીદખાન મહેમુદખાન પઠાણ, સહેજાનખાન હુસૈન સૈયદ,અલીખાન મહેબૂબખાન પઠાન,અ સલમખાન અલીખાન પઠાણ (રહે,રાજપીપળા સિંધીવાડ) સામે ફરિયાદ કરી છે.
આરોપી સહેજાનખાને હાથમાં બંદૂક લઇ આવી સાહેરાબાનુના દિયર ઈમ્તિયાઝભાઈની સાથે ઝઘડો કરી ગાળાગાળી કરતાં તેનીને આરોપીઓએ સમજાવીને ઝઘડો નહીં કરવાનું કહેતા આરોપીઓ સહેજાદખાન તેના હાથમાં બંદૂકનો બટનો ભાગ તેનીને પાછળ પીઠના ભાગે મારી ગુનો કરતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ,રાજપીપળા