નર્મદા જિલ્લાના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી (વિકસતી જાતિ) તરીકે વધારાનો હવાલો સંભાળતા એમ.વાય.થુંથીવાલા.

રાજપીપલાતા 8.

જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, વિકસતી જાતિ વિભાગના સુરતના એમ.વાય.થુંથીવાલાને સરકાર દ્વારા નર્મદા જિલ્લાના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરીકેનો વધારાનો હવાલો સોંપાતા એમ.વાય.થુંથીવાલાએ નર્મદા જિલ્લાના જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી( વિકસતી જાતિ) તરીકેનો વધારાનો હવાલો તાજેતરમાં સંભાળી લીધેલ છે.

જુદી જુદી શૈક્ષણિક તેમજ યોજનાકીય કામગીરી માટે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી( વિકસતી જાતિ) તરીકે નર્મદા જિલ્લાની વધારાની કામગીરી માટે એમ.વાય.થુંથીવાલા નર્મદા જિલ્લા ખાતે કચેરી કામકાજના દિવસો દરમિયાન દર અઠવાડીયાના ગુરૂવાર તેમજ શુક્રવારના દિવસે હાજર રહી ફરજ બજાવશે. બાકીના દિવસે પણ કચેરી રાબેતા મુજબ ચાલુ રહેશે,જો કોઈ અરજદાર જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની રૂબરૂ મુલાકાત લેવા માગતા હોય તો તેઓએ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી( વિકસતી જાતિ) રૂમ નં-૨૧ ભોય તળિયે જિલ્લા સેવા સદન, રાજપીપલા ખાતે કામકાજના દિવસોમાં દર ગુરૂવારે અને શુક્રવારે સવારના ૧૧:૦૦ થી બપોરના ૧:૦૦ કલાક દરમિયાન મળી શકશે, જેની નોંધ લેવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા