યુવાનો ને વ્યસન મુક્ત બને અને સ્વસ્થ બનાવો સંદેશો પાઠવતા
સોમેશ પવાર
રાજપીપળા તા 20
બદ્રીનાથ
થી કન્યાકુમારી
સુધીની સાયકલ યાત્રાએ નીકળેલ યુવાન સોમેશ પવાર વિશ્વનીસૌથી ઊંચી પ્રતિમા
સ્ટેચ્યૂઓફ યુનિટીની યાત્રાએ કેવડિયા આવી પહોચતા તેમનુ સ્વાગત કરાયુ હતું.
ખાસ કરીનેદેશના યુવાનો ધન વ્યસન મુક્ત રહે અને શારીરિક રીતે સ્વસ્થ રહે તે હેતુથી બદ્રીનાથ
થી કન્યાકુમારી
સુધી સાયકલ યાત્રાએ નીકળેલ યુવાન
સ્ટેગ્યુ ઓફ યુનિટી આવી પોહોચ્યો.હતો
હિમાલયની તળેટીઓમાંથી નીકળેલ
બદ્રીનાથના બમણી ગામ જે દેશનું છેવાડા નું ગામ કહી શકાય તે ગામથી
સોમેશ પવાર નામનો યુવાન વ્યસનમુક્તિ ના સંદેશા સાથે
સાયકલ યાત્રાએ નીકળ્યો છે યાત્રા દરમ્યાન ગામે ગામયુવાનો ને મળી વ્યસન મુક્તિનોસંદેશો આપતા જણાવે છે કે શરીર તંદુરસ્ત હશે તો દેશ સેવા, સમાજ સેવા કરી શકાશે. નશો ણ કરવા અને કોરોનામા માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા પણ અનુરોધ કર્યો હતો. વિશ્વ ની સૌથી ઉચી પ્રતિમા સરદાર પટેલના દર્શન કરી દેશના તમામ યુવાનોને સરદાર પટેલ નાં વિચારો જાણવા અને પ્રતિમા નાં દર્શન કરવા પણ અપીલ કરી હતી.
જે સાયકલ યાત્રા દરમ્યાનકેવડિયા સ્ટેગ્યુ ઓફ યુનિટી આવી પોંહોચ્યો હતો.વિશ્વ ની સૌથી મોટી પ્રતિમા ના દર્શન કરી અભિભૂત થયો હતો. સોમેશ પવારે જણાવ્યું હતું કે હુંપૂરા દેશનું ભ્રમણ કરી રહ્યો છૂ. જે લોકો કોરોના મહામારી માં બદ્રીનાથ આવી શક્યા નથી તે તમામ ને હું આમંત્રણ પાઠવું છુ ઉપરાંત મારો ઉદ્દેશ એ છે કેમાનસિક અને શારીરિક રીતે યુવાનો ફીટ રહે અને વ્યસન મુક્ત રહે ઉપરાંત હિમાલય ગ્રીન અને ક્લીન રહે તેવી પ્રેરણા હેતુથી મેં આ
સાયકલ યાત્રા શરૂ કરી છે.
તસવીર: જયોતિ જગતાપ રાજપીપળા