*વિદ્યાર્થિની પાસે શરીરસુખની માગણી કરનારા પ્રોફેસર હરેશ ઝાલા*

રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઓડિયો ક્લિપ વિવાદમાં પ્રોફેસર હરેશ ઝાલા સામે પોલીસ ફરિયાદની કવાયત શરૂ થઈ છે. આ સાથે જ વાયરલ બનેલી વોઈસ રેકોર્ડિંગને એફએસએલ ખાતે મોકલવામાં આવશે તેમ નક્કી કરાયુ છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠક મળી હતી. જેમાં આ અંગે મહત્વનોન નિર્ણય લેવાયો છે આ સાથે જ યુનિવર્સિટીએ તેમનું સસ્પેન્શન પણ યથાવત રાખ્યુ છે. સિન્ડિકેટની બેઠકમાં નિવૃત જજની કમિટીની પણ રચના કરવામાં આવશે.ઉલ્લેખનિય છે કે સમાજ શાસ્ત્રના ડિપાર્ટમેન્ટ હેડ પીએચડીની વિદ્યાર્થિની સાથે બિભત્સવાતો કરતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જે બાદ યુનિવર્સિટીએ તેમને સસ્પેન્સ કરી દીધા હતા