આગામી સ્થાનિક ચૂંટણીઓમાં 60 વર્ષની વય વટાવી ચૂકેલા ભાજપી ઉમેદવાર ને ટિકિટનહીં મળે.

આગામી સ્થાનિક ચૂંટણીઓમાં 60 વર્ષની વય વટાવી ચૂકેલા ભાજપી ઉમેદવાર
ને ટિકિટનહીં મળે.

3 વખત ચૂંટાયેલી ટર્મવાળા નેતાને ફરી ટિકિટ નહીં મળે.

નેતાનો પરિવારના સભ્યોને પણટિકિટ નહીં આપવાના નિર્ણય.

નર્મદા જિલ્લા ભાજપા છાવણીમા ઘેરા પ્રત્યાઘાતો.

નર્મદા જિલ્લા ની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી મા ભાજપી નેતાઓના મોટા ભાગ ના સગાઓ ની ટિકીટો કપાવાની શક્યતાથી ફફડાટ.

રાજપીપળા, તા 1

ગુજરાતમા સ્થાનિક ચૂંટણીઓની જાહેરાત થઇ ચૂકી છે ત્યારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં ચૂંટણી લડતા થનગનતા ઉમેદવારો અને રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા ના મામલે ધમાશાણ ચાલી રહ્યું છે. ત્યારે ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ટીકીટ આપવાના મામલે જે નવા નિયમો જાહેર કર્યા છે તેનાથી ટિકિટ મેળવવા ઝંખતા આગેવાનોકાર્ય કર્તાઓ અને ઉમેદવારોમાં ફફડાટ ફેલાયો છે

ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે ઉમેદવારોને ટિકિટ આપવા મામલે બહુ મોટો નિર્ણય લીધોછે
જેમાં 6 દાયકા વટાવી ચુકેલા એટલે કે 60 વર્ષ થી વધુ વયના ઉમેદવારો ને અનેત્રણ ટર્મ પુરી કરનારા અને પરિવારવાદને લઇને ભાજપી આગેવાનો ના કોઈ પણ સગાને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેવાતા નર્મદા જિલ્લા મા તેના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડ્યા છે.રાજપીપળા નગર પાલિકામા 7 વોર્ડ ની 28 બેઠકો માટે 101 ઉમેદવારોએ ટિકિટ માંગી છે તેમાથી મોટા ભાગનાના ટિકીટ મેળવવાના સપના રોળાઇ જવાના છે.આમાંથી મોટાભાગનાની ટિકિટ કપાઈ જવાની શક્યતા પણ વધારે છે. કારણકે રાજકીય નેતાઓના સગાવહાલાઓએ પણ ટિકિટ માંગી છે પણ હવેતેમની ટિકિટ કપાઈ જશે .ખાસ કરીને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપાના દિગ્ગજ નેતાઓ પોતાના સગાઓનેટિકીટ આપવાની દાવેદારી કરી ચૂક્યા છે .ત્યારે આ ઉમેદવારોનું પત્તું કપાય તેવી પુરેપુરી શક્યતાથી નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે! બીજી તરફ સતત ત્રણ ટર્મથી ચૂંટાતા ઉમેદવારો પણ હવે ચોથીવાર ઉમેદવારી કરી શકશે નહીં. આમ કાયમી ચૂંટાતા ઉમેદવારોનું પણ પત્તું કપાઇ જવા ની શક્યતા થી ઉમેદવારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવે ભાજપ આ પાર્ટીને યુવા અનેનવા ઉમેદવારોને શોધવાની ફરજ પડશે .જોકે આમ પ્રજાએ આ નિર્ણયને આવકાર્યો છે. કારણ કે આનાથી ભાજપનો સગાવાદ દૂર થશે .અનેનવા ઉમેદવારોને તક મળશે. આગામી ચૂંટણીમાં નવા ચહેરાઓ દેખાશે. એ નિશ્ચિત છે.બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ એવો નિર્ણય લીધો છે કે ઘરમાંથી એક જ ઉમેદવારને ટિકિટ મળશે .એક ઘરમાંથી એક કરતાં વધારે ઉમેદવારો પણ કપાઈ જશે. એ પણ નિશ્ચિત છે. સંગઠનમાં કામ કરનારાઓને પણ ટિકિટ નહીં મળે. આ વખતે ભાજપામા નવા યુવાન અને ઉત્સાહીઅને નવા ચહેરાને તક મળે તેવી શક્યતા વધારે દેખાઈ રહી છે .
જોકે કેટલાક રાજકીય પંડિતો ના ગણિત અનુસાર પ્રદેશ પ્રમુખ વડા પ્રધાન ના કેટલાક નિર્ણયોને આધીન પગલાં લઇ રહ્યા છે.
તેમા આગામી ચૂંટણીઓમાં 60 વર્ષની વય વટાવી ચૂકેલાને ટિકિટનહીં આપવા પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર લેવલે યુવાનોને રાજકારણમાં આગળ લાવવાની નીતિની અસર દેખાય છે.
જો કે પ્રમુખ સીઆર પાટિલ આ નિર્ણયો કેમ લેવામાં આવ્યા તે અંગે હાલ કોઇ સ્પષ્ટ કરી નહતી. પરંતુ એટલું જણાયું કે પક્ષ લેવલે આ નિર્ણય આવકારવામાં આવી રહ્યા છે.પણ પાર્ટી મા ચાલતો પરિવારવાદ નેતાઓને જરૂર નડશે.
જોકેપરિવારના સભ્યને ટિકિટ નહીંનો મુદ્દો ગરમાવી શકે છે

60 વર્ષ થી વધુઉંમર અને 3 વખત ચૂંટાયેલી ટર્મવાળા નેતાને ફરી ટિકિટ નહીં આપવામાં નહીં આવે તે મુદ્દો કદાચ વિવાદ ઊભો નહીં કરે. પરંતુ નેતાનો પરિવારના સભ્યોને ટિકિટ નહીં આપવાના નિર્ણયથી પક્ષમાં અસંતોષ ફેલાઇ શકે છે.જોકે
હાલ કોઇ પણ નેતાએ સંસદિય બોર્ડના નિર્ણયો સામે પોતાની પ્રતિક્રિયા આપી નથી. પરંતુ આવનારા સમયમાં વિરોધ સૂર ફૂંકાય તો નવાઇ નહીં

તસવીર: જ્યોતિ જગ તાપ,રાજપીપળા