રાજપીપળામા કાળીચૌદસના રોજ કાળીયાભૂત મામાના મંદિરે કાળી ધજા ચઢાવી સિગારેટથી પૂજા કરતા ભક્તોએ મરઘા પણ રમતા
મૂક્યા.
કાળીયાભૂત મામા પ્રત્યે પીડા દુઃખ વિઘનો.ટાળવાની માન્યતા.
આ બધામાંથી મુક્તિ મેળવવા બાધા માનતા પુરી થતીહેવાની
માન્યતા
તાંત્રિકવિધિ તથા ધાર્મીક કાર્યક્રમનુ વિશેષ મહત્વ હોવાથી બૂરી નજર કકળાટનો ત્યાગ કરવા સ્મશાનોમા કરાઈ વિધિ.
નર્મદા જિલ્લામા કાળી ચૌદસની કાલરાત્રીએતાંત્રિકો દ્વારા તંત્ર મંત્રવિધિ સાધના કરવાનવિશેષ ધાર્મીક મહત્વ છે.
રાજપીપળા,તા.૧૪
રાજપીપળા ખાતે કાળીયાભૂત મામાનુ મંદિર આવેલુ છે જયા કાળી ચૌદશે કાળી ધજા ચઢાવવાનો અને ભૂતમામાનેસિગારેટ
સળગાવીને સિગારેટ ધરવાનો અનોખો રિવાજ છે, ૨૧મી સદીના કોમ્યુટર યુગમાં તંત્ર,મંત્ર અને તાંત્રિકવિધિ કરનારા અને તેમાં
માનનારાઓનો એક મોટો વર્ગ અનોખી શ્રધ્ધા ધરાવે છે. જેમાં ખાસ કરીનંદિવાળીનો આગલો દિવસ કાળીચૌદશ તરીકે ઓળખાય
છે.આજના કાળી ચૌદશના દિવસે રાજપીપળા ખાતે આવેલ કાળીયાભૂત મામાના મંદિરે ભક્તોની ભીડ સવારથી જ જામી હતી અને
મંદિરે ધજા ચઢાવી હતી. અને દીવા પ્રગટાવ્યા હતા તેમજ સિગારેટ સળગાવી સળગતી સિગારેટ ભૂત મામાને ધરાવી દીપ પ્રગટાવીફુલહાર ચઢાવી પૂજા કરી પોતાની માનતા બાધા આખડીરાખી હતી.અને શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યું હતું. તેમજ મરઘાપણરમતા મુક્યા
કાળીચૌદસનમંદામા તાંત્રીકો સાધકો માટે વર્ષની શ્રેષ્ઠ રાત્રીકાળી ચૌદસના રોજ કામણ હુમલા બુરી નજર ભયરોગ અકસ્માત,
પીડા દુઃખ વગેરેથી મુક્તિ મેળવવા માટે તાંત્રીક વિધિ પણ કરાઇ હતી.રાત્રી સુક્તતમા કાલરાત્રી તરીકે જેનો ઉલ્લેખ કરવા મા આવ્યો
છે તેવી કાળી ચૌદશ હનુમાનજીના પુજનનુ પણ નર્મદા જિલ્લામાં કરાયુ હતુ.
કાલરાત્રીએયંત્રપૂજનનુપણ નર્મદા જિલ્લામાવિશેષ મહત્વ હોવાથી નર્મદા જિલ્લામાનર્મદા જિલ્લામાં મોટીફેકટરીઓ
કારખાનાઓમા ઉત્પાદન કાર્ય કરતા યંત્રોવર્ષ દરમિયાન ખોટકાય નહીં તે માટે અને અવીરત ઉત્પાદન થતુ રહે તે માટે કાળી ચૌદશે
યંત્રોનુ પૂજન કરવામા આવ્યુ હતુ.એ ઉપરાંત હનુમાનજીના દર્શન સંધ્યા કાળે જઈ તેમની સમક્ષ તેલ સિંદૂર અને અડદના દાણા
ચઢાવી પૂજન કરાયુ હતુ.
ઉપરાંત હનુમાન ચાલીસાના પાઠનુપઠન પણ કરાયુ હતુ.તથા યંત્રપૂજન,કાળભૈરવ પૂજનતંત્ર મંત્ર નીવિધિના કાર્યક્રમો પણયોજાયા હતા.સ્મશાનોમા સવારથી રાત સુધી તાંત્રીકો દ્વારા વિવિધવિધાન કરાયુ હતુ. તાંત્રિકો સાધકો માટે કાળી ચૌદશવર્ષની શ્રેષ્ઠરાત્રી હોતાંત્રિકોએ મંત્રજપ વિધિ કરાવે છે. એ ઉપરાંત કાળી ચૌદશે હનુમાનજીનું પૂજન કરી હનુમાન ચાલીસાના પાઠ પણ લોકોએકર્યા હતા.
કાળીચૌદશની પૂજાથી ઘરમાં સુખ-શાંતી આવે છે.આ દિવસે મહાકાળીની પૂજાથી નકારાત્મક શક્તિઓનો નાસ થાય છે. ઉપરાંત આદિવસે આત્માઓને પણ ભોગ ધરાવવામાં આવ્યો હતો આ દિવસની પૂજાથી બધીજ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.દુશમનો પરિવાર પર કોઈ
કાળી વિધ્યા કરી હોય તો તે પણ દૂર થાય છે. કાળી ચૌદશની પૂજાથી
લગ્નજીવનમાકંકાસ હોય તો તે પણ દૂર થાય છે.
તસવી :જયોતિ જગતાપ,રાજપીપળા