અંક્લેશ્વર તાલુકાના જીતાલી ગામેથી જુગારના રોકડા રૂપિયા ૨,૩૫,૧૮૦/- મળી કુલ રૂ.૨૩,૩૧,૧૮૦/- ના મુદ્દામાલ સાથે નવ આરોપીઓને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંક્લેશ્વર રૂરલ પોલીસ

 

રિપોર્ટ✍️: મનિષ કંસારા

ભરૂચ: ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા, વડોદરા વિભાગ, વડોદરા તથા ડો. લીનાબેન પાટિલ, પોલીસ અધિક્ષક ભરૂચના ઓ તરફથી જિલ્લામાં બનેલ પ્રોહિ/જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરી પ્રોહિ/જુગારની બદીને સદંતર નાબુદ કરવાની સુચના કરેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગભાઈ દેસાઇ, અંક્લેશ્વર વિભાગ, અંક્લેશ્વરનાઓના માર્ગદર્શન હેઠળ નીચે મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.

વિગત: અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીદારની બાતમી આધારે અંક્લેશ્વર તાલુકાનાં જીતાલી ગામે આવેલ પ્લેટેનીયમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની બુકીંગ ઓફીસના પ્રથમ માળે આવેલ ઓફીસરૂમમાં કેટલાક ઇસમો પત્તા પાના વડે હારજીતનો જુગાર રમે છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સ્થળ ઉપરથી નીચે જણાવેલ નામવાળા ઈસમોને જુગારના રોકડા રૂપિયા ૨,૩૫,૧૮૦/- મળી કુલ રૂ.૨૩,૩૧,૧૮૦/- ના મુદ્દામાલ સાથે જુગાર રમવાના સાધનો સાથે ઝડપી પાડી જુગાર ધારા કલમ ૪,૫ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ: 1. ભાવેશભાઈ કરશનભાઈ ભીમાણી ઉં.વ.૪૬ રહે.મ.નં.-૧૧૭ નિર્મૂલનગર સોસાયટી વરાછા સુરત મુળ રહે.મોટા આંકડીયા તા.જી.અમરેલી 2. જનકભાઈ અરવિંદભાઈ ધોલરીયા ઉં.વ.૩૭ રહે.મ.નં.-૧૦૫ સવર્ગ રેસીડેન્સી ખોલવડ તા.કામરેજ જી.સુરત મુળ રહે.રામપરા કુકાવાવ રોડ અમરેલી. 3. શૈલેષભાઈ બટુકભાઈ ગોધાણી ઉં.વ.૩૪ રહે.મ.નં.-૫૧ માનસરોવર સોસાયટી સરથાણા જકાતનાકા સુરત મુળ રહે.ઢાંગલા તા.લીલીયા જી.અમરેલી 4. મહેન્દ્રભાઈ બાબુભાઈ માલવીયા ઉં.વ.૩૮ રહે. મ.નં.-૧૨૪ શાંતિનિકેતન સોસાયટી મોટા વરાછા મુળ રહે.પીપરીયા તા.લાઠી જી.અમરેલી 5. સાકરચંદ ઉર્ફે સાગર વનરાજભાઈ જૈન ઉં.વ.૪૪ રહે. મ.નં.-૨ મહાવીર શોપીંગ સેન્ટર સર્કલ ત્રણ રસ્તા પાસે અંક્લેશ્વર શહેર તા.અંક્લેશ્વર જી.ભરૂચ મુળ રહે.બુશી તા.જી.પાલી 6. સુરેશભાઈ ગોધાભાઈ ભરવાડ ઉં.વ.પર રહે.પ્લોટ નં.-૪૦૩૫ જી.આઈ.ડી.સી. નોટફાઈડ એરીયા અંક્લેશ્વર જી.આઈ.ડી.સી. જી.ભરૂચ મુળ રહે.ડેરીયા તા.દસ્કોઈ જી.અમદાવાદ 7. અમિતભાઈ હીંમતભાઈ ગોંડલીયા ઉં.વ.૩૮ રહે.મ.નં.-૩૦ કસ્તુરબા સોસાયટી વરાછા રોડ સુરત મુળ રહે. રામપરા કુકાવાવ રોડ અમરેલી 8. નીતીનભાઈ નાનુભાઈ કયાડા ઉં.વ.૩૩ રહે. મ.નં.-૩૦ રાધે ક્રિષ્ના સોસાયટી કાપોદ્રા પાટીયા તા.અંક્લેશ્વર જી.ભરૂચ મુળ રહે. જાળીયા તા.જી.અમરેલી 9. ભરતભાઈ કાનજીભાઈ બાવીશી ઉં.વ.-૪૮ રહે.દ્વારકેશ પેલેસ બી મ.નં.-૨૦૪ જી.આઈ.ડી.સી. અંક્લેશ્વર જી.ભરૂચ મુળ રહે.મોટા આંકડીયા તા.જી. અમરેલી

કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ: આરોપીઓની અંગ ઝડતીના રોકડા રૂ.૧,૫૭,૧૮૦/- તથા દાવ ઉપરના રોકડા રૂ.૭૮,૦૦૦/- મળી કુલ્લે રોકડા રૂપિયા ૨,૩૫,૧૮૦/- મોબાઇલ ફોન નંગ-૦૯, કિં.રૂ.૧,૯૬,૦૦૦/- તથા ફોર વ્હીલ વાહન ૦૪, કુલ કિં.રૂ.૧૯,૦૦,૦૦૦/- મળી તથા જુગાર રમવાના સાધનો મળી કુલ રૂ.૨૩,૩૧,૧૮૦/- નો મુદ્દામાલ

 

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓનાં નામ: ઉપરોક્ત કામગીરી પો.ઈન્સ. વી. કે. ભુતિયા, એ.એસ.આઇ. વિનોદભાઈ જગદીશભાઈ, અ.હે.કો. શૈલેષભાઈ પાંચિયાભાઈ, અ.હે.કો. અર્જુનભાઈ વેચાણભાઈ, અ.હે.કો. દિલીપભાઈ રમેશભાઈ, અ.હે.કો. પંકજભાઈ પરભુભાઈ, અ.પો.કો. મહેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ, અ.પો.કો. અનિરૂધ્ધભાઈ વલકુભાઈ, અ.પો.કો. દક્ષેશકુમાર આરતસિંહ નાઓએ ટીમ વર્ક થી કરેલ છે.