યુનાઈટેડ સ્ટેટ એડવાઈઝર કાઉન્સિલ ઓફ હ્યુમન ટ્રાફિકિંગના સભ્ય હેરોલ્ડ ડીસુઝાનુ રાજપીપળામાં આગમન.

રાજપીપળા ખાતે રાજવંત પેલેસ ખાતે યુવરાજ માનવેન્દ્રસિંહ અને રાજવી પરિવાર સાથે ઈસુ હીસૂઝાનુ સંસ્થા( આઈ ઓપન ઇન્ટરનેશનલ)ની અમેરિકા કેનેડા અને અમદાવાદની ટીમ આવી પહોંચી.
અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ જો બાયડન સરકારના વ્હાઇટ હાઉસના અમેરિકન સદસ્યની પહેલીવાર રાજપીપળાની મુલાકાત.
માનવ અધિકાર અને હક્કો માટે લડતા યુવરાજ માનવેન્દ્રસિંહ ની સંસ્થા લક્ષ ટ્રસ્ટ અને આઈ ઓપન ઇન્ટરનેશનલ બને સંસ્થા સાથે મળીને ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત બનાવવા કામ કરશે.
અમેરિકા જવા માં ભારતીયોને પડતી મુશ્કેલીઓ માં મદદરૂપ થશે.
હેરોલ્ડ ડિસૂજા એ અમેરિકામાં બરાક ઓબામા, ટ્રમ્પ સરકાર અને હવે જો બાઈડન સાથે પણ સલાહકાર તરીકે રહી ચૂક્યા છે.
અમેરિકામાં હ્યુમન ટ્રાફિકિંગ નો ભોગ બનનાર લોકો માટે સરકાર તરફથી કામ કરતા હેરોલ્ડ ડિસુઝા ભારતીઓને મદદરૂપ બનશે.
હ્યુમન ટ્રાફિકિંગલ્લોનો ભોગ બનતા લોકોને કાઉન્સિલગઆપી તેઓને કફોડી સ્થિતીમાં થી બહાર લાવવાની કામગીરી કરશે .
હેરોલ્ડ ડિસુઝા ચેતવણી આપી જો તમે અમેરિકામાં જવા માંગતા લોકો ગેરકાયદેસર રીતે કોઈ અમેરિકા પહોંચાડવાની લાલચ આપતું હોય તો સાવધાન રહેવા જણાવ્યું.
રાજપીપળા,તા. 13
યુનાઈટેડ સ્ટેટ એડવાઇઝરી કાઉન્સિલ ઓન હ્યુમન ટ્રાફિકિંગના સભ્યો હેરોલ્ડ ડિસુઝા તેમની અમેરિકા,કેનેડા અને અમદાવાદમાં આવેલા સંસ્થા આઈ ઓપન ઇન્ટરનેશનલ સંસ્થાની રાજપીપળા ખાતે રાજપીપળા આવી પહોંચતા રાજવી પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે યુવરાજ માનવેન્દ્રસિંહ તથા મહારાજ રઘુવીરસિંહ ગોહિલ તેમનું સ્વાગત કરી આવકાર્યા હતા. હાલના રાષ્ટ્રપતિ જો બાઈડન સરકારના વ્હીટ હોઉસના અમેરિકાના સદસ્ય હોય તેમની પહેલીવારની રાજપીપળાની મુલાકાતથી ગૌરવ અનુભવ્યું હતું. ડિસુઝા પોતે માનવ અધિકાર અને હક્કો માટે લડતાં યુવરાજ માનવેન્દ્રસિંહની સંસ્થા લક્ષ્ય ટ્રસ્ટના અને તેમની સંસ્થા આઈ ઓપન ઇન્ટરનેશનલ બે સંસ્થાઓ સાથે મળીને ભારત અને અમેરિકા સાથે મળી આ દિશા અમે કામ કરવાની તત્પરતા બતાવી હતી.
આ પ્રસંગે હેરોલ્ડ ડિસૂજા એ જણાવ્યું હતું કે માનવ અધિકાર અને સમલીગીકોની સમસ્યા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ઉપ રાષ્ટ્રપતિ કમલ હેરિસ દ્વારા ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત બનશે એવી અપેક્ષા સેવી હતી. ખાસ કરીને ભારતમાં રહેતા સમલીગિકો સાથે વિઝા એજ્યુકેશન, નોકરી બાબતે જે શોષણ અને અન્યાય થાય છે. તે શોષણ અટકાવવા યોગ્ય માર્ગદર્શકરૂપ થવા પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું.
એ ઉપરાંત એજન્ટોની માયાજાળમાં યુવાનો વિદેશ જવાની ઘેલમાં માતબર રકમ ખર્ચીને ગેરકાયદેસર પ્રવેશ કરતા હોય છે.અને હ્યુમન ટ્રાફિકિંગ કરના માફિયાઓ દ્વારા તેઓનો આર્થિક અને શારીરિક શોષણ થાય છે. અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ વ્યક્તિઓનું વિવિધ શહેરોમાં ગેસ સ્ટેશન, રેસ્ટોરન્ટ, મોટેલોમાં શોષણ થાય છે. અમેરિકા આવનાર દરેક વ્યક્તિએ દર કાયદેસર રીતે પ્રવેશ મેળવવો જોઈએ. હેરાલ્ડ ડીસુઝએ વધુમાં જણાવ્યું હતું કે તેઓ પોતે પણ સહ પરિવાર સાથે પ્રથમ વખત અમેરિકા ગયા હતા ત્યારે હ્યુમન ટ્રાફિકિંગનો ભોગ બન્યા હતા.
યુવરાજ ના જણાવ્યા અનુસાર તેમને ભારતીયોને સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે જો તમે અમેરિકા જવા માંગતા હોય તો કાયદેસર રીતે જ પ્રયાસ કરવો, જો ગેરકાયદેસર રીતે કોઈ તમને અમેરિકા પહોંચાડવાની લાલ જ આવતું હોય તો સાવધાન રહેવું અમેરિકામાં કોન્ટ્રાક્ટ મેરેજ કરતા પહેલા બીજા ખાસ ચકાસણી કરી લેવાની સલાહ પણ ભરતી અને તેમને આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુવરાજ જણાવ્યું હતું કે હેરોલ્ડ ડિસૂજા એ અમેરિકામાં બરાક ઓબામા, ટ્રમ્પ સરકાર અને હવે જો બાઈડેન સાથે પણ સલાહકાર તરીકે રહી ચૂક્યા છે. તેઓ મારી સાથે કામ કરવા માંગે છે. કેમકે એ માન અધિકાર માટે ઘણું કર્યું છે.ભારતમાં લોકો સાથે અમેરિકામાં અને ભારતમાં સારો વ્યવહાર થાય તેમને તેમના હકો મળે તે માટે કામ કરવા ઈચ્છે છે. અમેરિકામાં કોઈપણ સલાહકાર રાજપીપળા આવતા હોય એવી આપેલી અને ગૌરવપ્રદ ઘટના છે. આનંદની વાત એ છે કે તેઓ સારું ગુજરાતી પણ બોલી લે છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા.