લૉકડાઉનથી લાધેલાં સત્યો :*

જીવવા માટે કેટલી મિનિમમ જરૂરિયાત હોય છે તેવી ખબર આજે પડી…..!*

* પીઝા, બર્ગર જેવા બહારના ખોરાક અને ઠંડાં પીણાં કે આઈસ્ક્રીમ વિના પણ જીવી શકાય છે તેવી ખબર આજે પડી…..!*

* હવે હોટલમાં ન જઈએ તો પણ ચાલી શકે તેવી ખબર આજે પડી…..!*

* હવે મોંઘીદાટ ટિકિટ ખરીદીને મલ્ટીપ્લેક્સમાં પિક્ચર જોવા ના જઈએ અને પરિવાર સાથે ઘરે બેસીને ઘરના નાસ્તા સાથે પિક્ચર માણી શકાય છે તેવી ખબર આજે પડી…..!*

* ખોટું ખોટું રખડવા કરતાં પોતાની જાત અને પરિવાર સાથે પણ ઉત્તમ સમય વિતાવી શકાય છે તેવી ખબર આજે પડી…..!*

* જેન્યુઇન લાઇફ ખરેખર કેટલી સસ્તી અને પરવડે તેવી આજે પણ છે તેવી ખબર આજે પડી…..!*

* ખોટ્ટા ખર્ચા , કારણ વગરનો રઘવાટ, નિરર્થક ઉદ્વેગ, બહેતર ભવિષ્યની ભ્રમણા અને બેમતલબ ભાગાદોડી વગર પણ જીવી જ શકાય છે તેવી ખબર આજે પડી…..!*

* ફાલતું એક પણ પૈસો ખર્ચ કર્યા વગર ઓછા પૈસામાં પણ સારી રીતે સરળતાથી દિવસો પસાર થઈ શકે છે તેવી ખબર આજે પડી…..!*

* વોર્ડરોબ / શુઝ રેક / ડ્રેસીંગ ટેબલમાં પડેલી કેટલીય સામગ્રી નિરર્થક છે તેવી ખબર આજે પડી…..!*

* ઘરને અને પરિવારના સભ્યોને આટલી આત્મીયતાથી ફીલ કરી શકાય છે તેવી ખબર આજે પડી…..!*

* આ જ લાઇફ સ્ટાઇલ રહી તો ઓછું કમાઈએ તો પણ ઘર-રસોડું ચાલી શકે અને માનસિક શાંતિ મળી શકે તેવી ખબર આજે પડી…..!*

* અંતિમ સત્ય:*
*મરણ પછી સ્મશાનયાત્રામાં WhatsApp / Facebookના હજારો સગાં-મિત્રોમાંથી ફક્ત પાંચ જ સંબંધો કામમાં આવશે તેવા સનાતન સત્યની ખબર આજે પડી…..!*
🙏🏻🙏🏻