*ગુજરાત ભાજપના પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત*

ગુજરાત ભાજપના પ્રભારી અને સહપ્રભારીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રભારી તરીકે ભુપેન્દ્ર યાદવને યથાવત રાખવામાં આવ્યા છે જયારે સહપ્રભારી તરીકે સુધીર ગુપ્તાની નિયુક્તિ કરવામાં આવી છે. નોંધનિય કે થોડા દિવસ પહેલા જ ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે 8 માથી 8 બેઠક પર ભવ્ય વિજય મેળવ્યો હતો.