કાળી ચૌદશના રોજ કાળિયા ભૂત મંદિરે કાળી ધજા ચડાવવાય છે. અને સિગારેટ ધરાવાય છે.
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કાળી ચૌદશની કાળી રાત્રે તાંત્રિકો દ્વારા તંત્ર મંત્ર વિધિ સાધના કરવાનો વિશેષ ધાર્મિક મહત્વ છે.
કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં તાંત્રિકો અનોખી સાધના કરે છે.
રાજપીપળા, તા. 13
નર્મદા જિલ્લામાં તાંત્રિકો માટે કાળી ચૌદશનો વિશેષ ધાર્મિક મહત્વ હોય છે,તાંત્રિકો સાધકો માટે વર્ષની શ્રેષ્ઠ રાત્રી ગણાય છે. કામણ, હુમલા, બુરી નજર, ભયરોગ અકસ્માત, પીડા, દુઃખ વગેરેથી મુક્તિ મેળવવા માટે છે.તાંત્રિક રાત્રી સૂક્તતમાં કાળરાત્રિ તરીકે જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેવી કાળી ચૌદશ હનુમાનજીના પૂજનનું પણ નર્મદા જિલ્લામાં વિશેષ મહત્વ છે.
કાલ રાત્રી એ યંત્ર પૂજનનું પણ અને નર્મદા જિલ્લામાં વિશેષ મહત્વ છે. મોટી ફેક્ટરીઓમાં કારખાનાઓમાં ઉત્પાદન કાર્યકર્તા યંત્રો વર્ષ દરમિયાન ખોટકાઈ નહિ તે માટે અને અવિરત ઉત્પાદન થતું રહે તે માટે કાળી ચૌદસ યંત્રનું પૂજન કરવામાં આવે છે.એ ઉપરાંત હનુમાનજીના દર્શન સંધ્યાકાળે જઈ તેમની સમક્ષ,સિંદૂર અને અડદના દાણા ચઢાવી પૂજન કરાય છે.
ઉપરાંત હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરાય છે. તથા તંત્ર ભોજન કાળભૈરવ પૂજન તંત્ર મંત્ર ની વિધિના કાર્યક્રમ યોજાય છે. સમશાનમાં સવારથી રાત સુધી તાંત્રિકો દ્વારા વિવિધ વિધાન કરાઈ છે. તાંત્રિકો સાધકો માટે કાળી ચૌદસ વર્ષની શ્રેષ્ઠ રાત્રી હોય તાંત્રિકોએ મંત્ર જપ વિધિ કરાવે છે. એ ઉપરાંત કાળી ચૌદશે હનુમાનજીનું પૂજન કરી હનુમાન ચાલીસા પાઠ પણ લોકો કરે છે.
કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે આ દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાનાવાળા વડા અને પુરી ઘરે નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચડાવી ને તેલના દિવાની મેષ પાડવામાં આવે છે. જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ ઘરડાઓ નું માનવું હતું.
કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે આ દિવસે ભગવાન કૃષ્ણને નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસથી ઉગાર્યા હતા જેથી કરીને તેનું નામ નરક ચતુર્દશી પડેલું છે.કાળી ચૌદસ છે. મેલી વિદ્યાનાં સાધકોનો ત્રિય દિવસ અને તે એમ માને છે કે આજના દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે. કાળી ચૌદશની પૂજા ઘરમાં સુખ-શાંતિ આવે છે.આ દિવસે મહાકાળીની પૂજા થી નકારાત્મક શક્તિઓ નાશ થાય છે. ઉપરાંત આ દિવસે આત્માઓને પણ ભોગ ધરાવવામાં આવે છે. તેથી તેઓ પણ ખુશ થાય છે તને દોષને દૂર કરવા માટે આ દિવસે શનિ ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કાળી ચૌદશ ની પૂજા ના ફાયદા.
આ દિવસની પૂજાથી બધી જ ઈચ્છા પૂર્ણ થાય છે. દુશ્મનને પરિવાર પર કોઈ કાળી વિદ્યા કરી હોય તો તે પણ દૂર થાય છે. કાળી ચૌદસની પૂજાથી લગ્નજીવનમાં કંકાસ હોય તો તે પણ દૂર થાય છે કેવી રીતે કરવામાં આવે છે. કાળી ચૌદશ ની પૂજા કાળી ચૌદશની પૂજા 11:50 શરૂ થાય ને 12:30 વાગ્યા સુધી ચાલે છે. આ પૂજા દક્ષિણ અને પશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફ મોં રાખી કરવી જોઈએ. આ પૂજામાં વડના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. પૂજા દરમિયાન જે પણ પ્રસાદ હોય તેનો ભોગ ઘરની બહાર ધરાવવામાં આવી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા