રાજપીપળા, તા. 13
રાજપીપળા ગાર્ડન પાસે ફટાકડાના વેચાણ સામે પ્રતિબંધ હોવા છતાં દુકાનમાં ફટાકડા રાખતા બે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ફરિયાદી સાગર રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપળા એ બે વેપારીઓ ગીરીશભાઈ કરસનભાઈ મછી (રહે, નવા ફળિયા, રાજપીપળા), દિવ્યેશભાઈ ચંદુભાઇ માછી(રહે લીમડાચોક, રાજપીપળા )સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગત અનુસાર આરોપીઓએ પોતાના ફટાકડાની દુકાનમાં ગેરકાયદેસર ફટાકડા ની લુમ વેચવા માટે પ્રતિબંધ હોવા છતાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા