*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા.12/11/2020*

*હિંદુપંચાંગ:આવતીકાલે ધનતેરસ-કાળીચૌદશ ભેગી રહેશે*
નવી દિલ્હી સોમવારે બેસતું વર્ષ આ દિવસે બીજનો ક્ષય હોવાથી ભાઈબીજ પણ સાથે મનાવાશે આવતીકાલે ધનતેરસ-કાળીચૌદશ ભેગી, પણ ઉપાસના બીજા દિવસે કરી શકાશે 14 મીએ બપોરે 2.18 વાગ્યાથી 15મીએ સવારે 10.37 વાગ્યા સુધી દિવાળી દિવાળીના તહેવારોમાં આ વર્ષે તિથિઓને ક્ષયનું ગ્રહણ છે, જેને કારણે ધનતેરસ-કાળીચૌદશની તિથિ અને કાળીચૌદશ-દિવાળીની તિથિ એક જ દિવસે આવે છે. હિંદુ પંચાંગ મુજબ, નવું વર્ષ 16 નવેમ્બર, સોમવારે ઉદિત તિથિથી પ્રારંભ થશે. જોકે આ દિવસે બીજનો ક્ષય હોવાથી ભાઈબીજ પણ સાથે જ મનાવાશે. ભૌગોલિક પરિસ્થિતિ અને પંચાંગ અનુસાર કોઈ વખત તિથિનો ક્ષય થતો હોય છે.
*વિશ્વનું સૌથી મોંઘું કબૂતર વેચાયું 11.13 કરોડ રૂપિયામાં*
બેલ્જિયમના પક્ષીઓના કલેક્શનના શોખીને ઑનલાઇન ઑક્શનમાં બે વર્ષનું કબૂતર ૧૩ લાખ યુરો (અંદાજે ૧૧.૧૩ કરોડ રૂપિયા)ની કિંમત ચૂકવીને ખરીદ્યું હતું.કબૂતરની વિશેષતા એ છે કે એને સ્પર્ધામાં ઊતરવાની તાલીમ આપવામાં આવી છે
*
*23મીથી વાલીઓના ભરોસે સ્કૂલ ખૂલશે*
વાલીએ સ્કૂલોને સંમતિ પત્ર આપવું પડશે કે મારી જવાબદારીએ મારા બાળકને સ્કૂલે મોકલું છું સંચાલકોએ જવાબદારીમાંથી હાથ ખંખેરી વાલીઓના માથે નાખી હોવાનું સ્પષ્ટ થાય છે
*
*આરટીઓ અધિકારી દ્રષ્ટિબેન જયંતી પટેલ લાંચ લેતા ઝડપાયા*
પાલનપુર સ્થિત પ્રાદેશિક વાહન વ્યહવાર કચેરીમાં ફરજ બજાવતા જિલ્લા આરટીઓ અધિકારી નવા વાહનોના ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર્મનું ઇન્સપેક્શન અને વેરીફાઇ કરવા માટે ૮૩૨૦૦ની લાંચ માગી હતી અને તેમના ઇશારે કરાર આધારિત ડ્રાઇવર લાંચની રકમ સ્વીકારતા પાટણ એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે
*
*કીર્તિ કુમાર ઈશ્વર ભાઈ પટેલ લાંચ લેતા ઝડપાયો*
પારડી તાલુકા સેવા સદનમાં ફરજ બજાવતા વર્ગ-3ના કર્મચારી કારકુન કીર્તિ કુમાર ઈશ્વર ભાઈ પટેલ તથા વચેટીયો ગીરીશ ભાઈ નગીનભાઈ પરમાર કારકૂનનો સંપર્ક કર્યો હતો. કારકૂને વચેટીયાનો સંપર્ક કરવા જણાવતા ફરિયાદીએ લાંચ માંગી હોવાથી એસીબીનો સંપર્ક કરી વચેટીયાને લાંચ આપી હતી. જેથી એસીબીના છટકામાં આરોપી પકડાઈ ગયા હતા
*
*હાઈ પ્રોફાઈલ દારૂની મહેફીલ પર રેડ નેતાના પુત્ર સહિત 20 ઝડપાયા*
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પાસે આવેલા રણછોડપુરા ગામ નજીકના શ્રમદીપ ફાર્મ હાઉસમાં અમદાવાદના 20 નબીરાઓ દારૂની મહેફિલ માણતા સાંતેજ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે 7 ગાડીઓ, 21 મોબાઈલ સહિત 89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂ પીધેલા પકડાયેલા નબીરાઓમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશીકાંત પટેલનો પુત્ર પણ સામેલ છે
*
*રિપલ્બિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીને જામીન મળ્યા*
નવી દિલ્હી રિપલ્બિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપી દીધા છે હાઈકોર્ટે અર્નબની જામીન અરજી ફગાવી દીધી હતી ત્યારબાદ તેમણે આ નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
*
*ઘોઘા-હજીરા રો-પેક્સ સતત બીજા દિવસે બંધ અધિકારીઓનું મૌન*
સુરતમાં હીરાના કારખાનાંમાં દિવાળી વેકેશન સમયે જ શિપમાં ટેક્નિકલ ખામી આવતાં બંધ પડ્યું ઘોઘા-હજીરા રો-પેક્સ સર્વિસનું શિપ ટેક્નિકલ ખામીને કારણે ઘોઘા ખાતે બંધ પડી ગયું છે, જેને કારણે પેસેન્જરો હેરાન પરેશાન થઈ ગયા છે
*
*હવે ભાજપ નીતીશ સાથે દગાબાજી નહીં કરે: સંજય રાઉત*
મુંબઈ: શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે ફરી એક વખત ભારતીય જનતા પક્ષ ભાજપને પોતાના નિશાન પર લીધું હતું. તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપને વચનભંગ કરવા બદલ એવો પાઠ ભણાવવામાં આવ્યો છે કે હવે ભાજપ બિહારમાં નીતીશકુમાર સાથે દગો કરશે નહીં
*
*અબુધાબી ખાતે પ્રથમ હિન્દુ મંદિરની ડિઝાઇન ફાઇનલ*
અબુધાબી ખાતે બાંધવામાં આવનારા પ્રથમ હિન્દુ મંદિરની ફાઇનલ ડિઝાઇનની પ્રાથમિક તસવીરો પ્રકાશિત કરવામાં આવી હતી. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના કેવળ પથ્થરના ભવ્ય મંદિરની પરંપરાગત બાંધણીમાં ઉમદા નકશીકામ પણ રહેશે
*
*શાંઘાઇ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં વડા પ્રધાનનું નિવેદન*
પીએમ મોદીએ ના તો પોતાના સંબોધનની શરૂઆતમાં જિનપિંગ કે ઇમરાન ખાનનું નામ લીધુ અને ના તો ભાષણ ખતમ કરતા સમયે બધાનો આભાર માનતા ચીન, પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો. આખી મીટિંગમાં જિનપિંગને ઇગ્નોર કર્યા પીએમ મોદીના ભાષણ દરમ્યાન જિનપિંગ અને ઇમરાન પૂરો સમય આમતેમ જોતા રહ્યા ચીન અને પાકિસ્તાનનું નામ લીધા વગર મોદીએ કહ્યું કે કેટલાક દેશ એસસીઓમાં દ્વિપક્ષીય મુદ્દો ઉઠાવવાની કોશિષ કરે છે
*
*બૅન્કો ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપે: નાણા પ્રધાન*
નવી દિલ્હી: નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વીડિયો કૉન્ફરન્સિંગ મારફત ઇન્ડિયન બૅન્ક્સ એસોસિયેશન આઇબીએની ૭૩મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધતા કહ્યું હતું કે ‘બૅન્કોએ નૉન-ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાનું ટાળવું જોઈએ
*
*કેન્દ્રે ૧૪ રાજ્યને રૂપિયા ૬,૧૯૫ કરોડ ફાળવ્યા*
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે મહેસૂલી ખાધની ગ્રાન્ટ પેટે ૧૪ રાજ્યને માસિક હપ્તા તરીકે કુલ ૬,૧૯૫ કરોડ રૂપિયા ફાળવ્યા છે.નાણા પ્રધાન નિર્મલા સીતારામનના કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે ‘૧૫મા નાણાં પંચની વચગાળાની ભલામણોને આધારે સરકારે આઠમા ઇએમઆઇ ઇક્વેટેડ મન્થલી ઇન્સ્ટૉલમેન્ટ તરીકે ૧૪ રાજ્યને મહેસૂલી ખાધની ગ્રાન્ટના રૂપમાં કુલ મળીને રૂપિયા ૬,૧૯૫.૦૮ કરોડ છૂટા કર્યા છે
*
*આઇટીના દરોડામાં ૧૨૦ કરોડનું બિનહિસાબી નાણું ઝડપાયું*
ગોધરા અને વેજલપુર વિસ્તારમાં સ્ટીલ અને તેલના વેપારી, બિલ્ડર ગુ્રપ તથા બીજા બિઝનેસમેન વગેરેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા જે દરમિયાન નાણાકીય હિસાબો, જમીનના સોદા, મકાનોની સ્કીમો, ઓનમની, બૂકિંગ, માલની ખરીદી અને વેચાણ વગેરેને લગતા કોમ્પ્યુટરાઇઝડ ડેટા ઉપરાંત વાંધાજનક દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા હતા
*
*ધારાસભ્ય વિરજી ઠુમરે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી માંગ*
અમરેલીના લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમરે મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્યના હોમગાર્ડ જવાનોને પૂરતો પગાર ચૂકવવા માંગ કરી છે. અન્ય રાજ્યોમાં 15 હજાર તો ગુજરાતમાં માત્ર 8થી 9 હજાર જ ચૂકવાય છે. હોમગાર્ડ જવાનોને 700 લેખે પગાર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ હોમગાર્ડ જવાનોને પૂરતો પગાર અને વયમર્યાદા 58 વર્ષ સુધી કરવા માંગ કરી છે.
*
*રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે*
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. 24થી 26 નવેમ્બરે કેવડિયા ખાતે દેશભરના વિધાનસભા અધ્યક્ષની બેઠક છે. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ સામેલ થશે
*
*જૂનાગઢમાં હવે દીપડાને રેડિયો કોલર પહેરાવાશે*
દીપડાને પણ હવે રેડિયો કોલર પહેરાવશે. માનવ વસાહતમાંથી પકડાયેલા પાંચ દીપડાને રેડિયો કોલર પહેરાવશે. દીપડા અને માનવ વચ્ચેનું ઘર્ષણ ટાળવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વન્ય પ્રાણી વર્તુળને મંજૂરી આપવામાં આવી છે.
*
*શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ પદભાર સંભાળ્યો*
નિરંજન ઝાંઝમેરાએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં પદભાર સંભાળ્યો હતો. તત્કાલીન પ્રમુખ નિતિન ભજિયાવાલાએ તેઓને આવકાર સાથે ખુરશી સોંપી હતી.ઝાંઝમેરાએ કહ્યું કે, સૌને સાથે રાખીને આવનારા સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવીશું.
*
*દુ:ખ દૂર કરવું હોય તો શારીરિક સંબંધ બાંધવા પડશે*
નવસારી પાખંડી તાંત્રિક બાદ લંપટ બાપુ:રામલામોરાના જયેશ બાપુએ દુઃખ દૂર કરવાના બહાને મહિલા પર દુષ્કર્મ આચર્યું, દરેક મહિલાને કહેતો કે દુ:ખ દૂર કરવું હોય તો શારીરિક સંબંધ બાંધવા પડશે
*
*ફરજમાં બેદરકારી બદલ રાંદેર ઝોનમાં 4 ઇજનેરોને મેમો*
રાંદેર ઝોનની બેદરકારી અંગે ડે. મેયર નિરવ શાહે ઝોનલ ચિફને પત્ર લખી તપાસની માંગ કરી હતી. જેથી આસી.ઈજનેર વિજય જરીવાલા, સંદીપ ઢીમ્મર, જુની.ઈજનેર રાકેશ ટી. પટેલ અને આસી.ઈજનેર રાકેશ ડી.પટેલે ફાયરના પત્ર અંગે કોઈ કાર્યવાહી કરી ન હતી. ફરજમાં બેદરકારી બદલ 3 દિવસમાં ખુલાસો કરવા માટે આ ચારેય ઇજનેરોને મેમો ફટકારવામાં આવ્યો છે.
*
*દસ્તાવેજ નોંધણી પેટે કુલ 3099 કરોડની આવક થઈ*
દસ્તાવેજની નોંધણીમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા સાત મહિના દરમિયાન સ્ટેમ્પ ડયુટી અને દસ્તાવેજ નોંધણી પેટે કુલ 3099 કરોડ રૂપિયાની આવક થઈ છે સપ્ટેમ્બર તથા ઓકટોબરમાં અગાઉના સપ્ટેમ્બર અને ઓકટોબરની તુલનાએ દસ્તાવેજની સંખ્યામાં 23 ટકાનો અને આવકમાં 7.4 ટકાનો વધારો થયો છે
*
*રસ્તો સારો ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ નહીં: સાંસદ*
ગોંડલના નેશનલ હાઈવે પર ખાડા પડી જતા અને રસ્તો રિપેર ન થતા પોરબંદરના ભાજપના સાંસદ રમેશ ધડુક આકારાપાણીએ જોવા મળ્યા હતા. નેશનલ હાઈવે ઓથોરિટીની અધિકારીને સ્થળ પર બોલાવીને કહ્યું હતું કે, રસ્તો ન થાય ત્યાં સુધી ટોલ ટેક્સ નહીં. ગોંડલ નેશનલ હાઈવે પરના ખાડાથી લોકો પરેશાન બન્યા છે ત્યારે રસ્તો ખરાબ હોવા છતા પણ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે. આક્રોશ ઠાલવી અધિકારીને રોકડુ પરખાવી દીધું હતું.
*
*આજે 158 ગામના 1500 સરપંચો કાર્યક્રમમાં ભાગ લેશે*
રાજ્યમાં કચ્છના ધોરડો ખાતે ગુરુવારે સરહદી ક્ષેત્ર વિકાસોત્સવ કાર્યક્રમમાં સરહદી વિસ્તારના રાજયના ત્રણ જિલ્લાના 1500 સરપંચો સાથે કેન્દ્રીય ગૃહમંત્રીનો સંવાદ કાર્યક્રમ યોજાશે. જેમાં ગૃહમંત્રી સરપંચો સાથે સંવાદ કરીને તેમને યોગ્ય માર્ગદર્શન પણ આપશે.આ કાર્યક્રમમાં સરપંચો પણ પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરશે
*
*બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી 10 ડિસેમ્બરે*
વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રની સૌથી મોટી ધ બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી આગામી 10 ડિસેમ્બર અને બરોડા ડેરીની ચૂંટણી 28 ડિસેમ્બરના રોજ યોજાશે. કરજણ વિધાનસભાની પેટા ચૂંટણીના પગલે બંને ચૂંટણીઓ મોકૂફ રાખવામાં આવી હતી. નોંધનીય છે કે, ધ બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ભાજપ પ્રેરીત પેનલના 5 સભ્યો બિનહરીફ જાહેર થયા છે.
*
*આગામી 30 નવેમ્બરે વડાપ્રધાન મોદી ગુજરાત આવશે*
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ દેવદિવાળીએ કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે. 30 દિવસમાં પીએમ મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે આવશે.
*