🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳
દિવાળીના તહેવારોમાં વાઘબારસથી ભાઈબીજ લગીનું પારંપરિક જમવાનું મેનુ જોઇ તમને અચુક પાણી આવવું જોઇએ. આ લખનાર આ બધી પારંપરિક સ્વાદિષ્ટ થાળીનો રસિયો છે. તમને આજે તહેવારોના છ દિવસ સુધીની મસ્ત મજાની ગુજરાતી થાળીનો રસથાળ આપું છું.
.
આ દિવાળીમાં ક્યાંય બહાર જવાનું નથી. હોટલમાં જમવા જવાનું નથી.
.
પ્રગટ જીવ-સ્વરુપ સ્મિતાચાર્ય શ્રી જયેશાનંદજી મહારાજની વિનંતી છે કે ઘરે જ જમજો અને આ દિવાળી ઘરમાં રહીને મોજથી માણજો.
——————————–
આસો વદ -૧૨ વાઘબારસ
——————————–
કંસાર,
દુધી-ચણાની દાળનું શાક,
વાટી દાળના ખમણ
લીલી તુવેરની કચોરી,
સ્વાદિષ્ટ ખાટી-મીઠી દાળ
છુટ્ટો ઘી નાંખેલા ભાત,
ફુદીનો, લીલા ધાણા ને કાતરેલા બારીક લીલા મરચા નાંખેલી છાશ
‐—————————-
આસો વદ -૧૩ ધનતેરસ
—————————–
ફાડા લાપસી,
પુરી,
લીલવાનું મસાલેદાર સુરતી શાક,
ગુજરાતી દાળ,
મિરચી વડા,
રાયતું,
પાપડ,
ભાત.
——————————–
આસોવદ-૧૪ કાળી ચૌદશ
——————————–
દુધની ખીર
બે પડવાળી રોટલી,
દાળવડાં,
ભરેલાં ભીંડાનું શાક,
લચકો દાળ,
ભાત,
સુરતી કઢી.
——————————–
આસો વદ અમાસ દિવાળી
——————————–
શિરો
રિંગણ બટાકાનું રસાવાળું શાક,
મેથીના ગોટા,
ચટણી,
પુરી,
દાળ,
ભાત
પાપડ
——————————-
કાર્તિક સુદ ૧- બેસતું વર્ષ
——————————-
દુધપાક,
માલપુઆ,
બટાકા વડાં,
ખાંડવી,
પુરી,
પુલાવ,
કઢી,
પાપડ.
——————————–
કાર્તિક સુદ -૨ ભાઈ બીજ
——————————–
મોહનથાળ
રવાની પુરી,
પંચકુટિયું શાક,
ભરેલા મસાલેદાર બટાકા,
પટ્ટી સમોસા,
લીલી ચટણી,
સાદો પુલાવ
કઢી,
પાપડ
———————————
કારતક સુદ ત્રીજ અને ચોથ
———————————
હવે તહેવારો પુરા થઇ ગયા.
ત્રીજ
ખીચડી -કઢી
ચોથ
જીરા રાઇસ દાલ ફ્રાય
—————————————-
કારતક સુદ પાંચમ – લાભ પાંચમ
—————————————-
લાભપાંચમથી કામ-ધંધા પર લાગી જવાનું ને નિયમિત જે મળે તે જમવાનું.
——————————————-
અમોને આશા છે કે આ મેનુથી તમારી દિવાળી ઘરમાં જ ઉજવાય. પરિવારની સાથે જલસાથી દિવાળી માણો. કોરોનામાં ઘરે રહીને પારંપરિક રીતે દિવાળી ઉજવો.
🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳