અમદાવાદ વી. એસ. હોસ્પિટલ ખાતે છેલ્લા નવ દિવસથી ચાલતા ચાર પરિવારોના ધરણાનો અંત,

અમદાવાદ વી. એસ. હોસ્પિટલ ખાતે છેલ્લા નવ દિવસથી ચાલતા ચાર પરિવારોના ધરણાનો અંત, સરકારની ખાત્રી, કાલે સવારે આઠ વાગે પીડિતો ચાર ડેડબોડી સ્વીકારી અંતિમ સંસ્કાર કરશે. બનાવની વિગતે વાત કરતા તારીખ 04/11/2020 ના રોજ પીરાણાની ફેકટરીમાં બ્લાસ્ટ થતા મોતને ભેટેલા 12 માંથી ચાર મૃતદેહ ન્યાય ન મળે ત્યાં સુધી ડેડબોડી સ્વીકારવાનો ઇન્કાર કરી ધરણા માટે બેઠેલા હતા જેઓને સરકારે ન્યાયની ખાત્રી આપતાં ધરણાનો અંત આવેલ છે.