નાંદોદ તાલુકામાં ધાડ લૂંટના ગુનામાં 4આરોપીઓ ઝડપાયા. એલસીબી નર્મદા પોલીસનું સફળ ઓપરેશન.

રાજપીપળા, તા 11

નાંદોદ તાલુકામાં ધાડ લૂંટના ગુનામાં 4જેટલા આરોપીઓ ને એલસીબી નર્મદાપોલીસે ઝડપી પાડી છેજેમાએ.એમ.પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી નાઓના
તથા સી.એમ.ગામીત, પો.સ.ઇ. એલ.સી.બી., તેમજએલ.સી.બી. પોલીસ સ્ટાફ મારફતે જીલ્લામાં આમલેથા
પો.સ્ટે. એ-પાર્ટ ન. ૨૬૮/૨૦૨૦ ઇ.પી.કો. ક્લમ ૩૯૫,
૩૪૧ મુમ્બના ગુનાના કામે વોચ તેમજ ટેક્નિક્નીકલ
દિશામાં જરૂરી માહિતી એકત્રિત કરી ટેકનીકલ સર્વેલન્સની મદદથી માહિતી મેળવતા અ.હે.કો. દુર્વેશભાઇ ચંપકભાઇ
તથા અ.હે.કો. અશોકભાઇ ભગુભાઇ તથા અ.હે.કો. યોગેશભાઇ બળદેવભાઇ તથા
અ.હે.કો. વિજયભાઇ ગુલાબસીંગને અંગત બાતમીદારો દ્વારા માહીતી મળતા (૧) સહદેવ ઉર્ફે બાબર
ગોપાલભાઇ વસાવા (૨) સતિષભાઇ શાંતિલાલ વસાવા (3) નવીન વિનુભાઇ વસાવા (૪) સહદેવભાઇ વિનુભાઇ વસાવા
તમામ (રહે. બામલ્લા તા. ઝગડીયા જી.ભરૂચ)ને નાવરા ગામેથી ઝડપી તેઓ પાસેથી ગુનાના કામે ગયેલ મુદામાલ
સોનાની ચેઇન-૧ કિ.રૂ. ૪૦,૦૦૦/-ની રીકવર કરવામાં આવેલ. તેમજ સદર ગુનાના કામે પકડાયેલ આરોપીઓ પાસેથી
આમલેથા પો.સ્ટે. ૦૫૭૩/૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૯૨ મુજબ લૂંટના ગુનાના કામે ગયેલ રીયલની કંપનીનો મોબાઇલ
ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/- પણ આ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ. દરમ્યાન આરોપીઓની સધન પુછપરછ
દરમ્યાન આરોપીઓએ આમલેથા પો.સ્ટે. ૦૫૭૩ /૨૦૨૦ ઇ.પી.કો. કલમ ૩૯૨ મુજબ લૂંટના ગુનાના કામે આરોપી (૧)
મીનેશભાઇ ઉર્ફે નયનેશભાઇ રાજેશભાઇ વસાવા રહે. કાટીદરા તા.ઝગડીયા જી.ભરૂચ (૨) સતિશભાઇ રતિલાલ વસાવા
રહે. બામલ્લા તા.ઝગડીયા જી.ભરૂચ (3) દિપકભાઇ ઉર્ફે કાલો સોમાભાઇ વસાવા રહે. પ્રતાપનગર તા.નાંદોદ
જી.નર્મદાનાઓએ લૂંટ કરેલ હોવાનું જણાવતા સદર અનડીટેક્ટ લૂટનો ગુનાનો મુદ્દામાલ રીયલની કંપનીનો મોબાઇલ
ફોન-૧ કિ.રૂ.૫૦૦૦/- રીકવર કરી ડીટેક્ટ કરવામાં આવેલછે અને આરોપીઓને અટક કરવા તેઓના રહેણાંક તથા આશ્રય
સ્થાનો ઉપર તપાસ કરી તેમને ઝડપી પાડવાનાચક્રો ગતિમાન કર્યા છે.

તસવીર: જયોતિ જગતાપ,રાજપીપળા