રાજપીપળા નજીક આવેલ ફુલવાડી ગામ પાસેના પુલ પાસે ઇકો ગાડીના ચાલકે ટ્રેકટરના ટ્રેઇલરના પાછળના
ભાગે ઇકો ગાડી સાથે અકસ્માત નડયો હતો.જેમાં અકસ્માતમાં ઇકો ગાડીમાં બેસેલ ઇસમનું કરૂણ મોત નીપજ્યુછે. આ અંગે રાજપીપળા પોલીસ મથકમાં ફરીયાદી ભરતભાઇ ચંદુભાઈ ચૌહાણ (રહે, બોડેલી જી. છોટાઉદેપુર)
એ આરોપી રાકેશભાઇ નરેન્દ્રસિહ વાસદીયા (રહે, જબુગામ તા. બોડેલી, જી.છોટાઉદેપુર) સામે ફરિયાદ કરી છે.
ફરીયાદની વિગત મુજબ ફરીયાદી ભરતભાઇ તથા ઇકો ગાડી નં. જીજે ૩૪ બી ૧૨૪૩ નો ચાલક રાકેશભાઇ
તથા સાહેદોઇશ્વરભાઇ રામજીભાઇ ઝબુકીયા તથા ઘનશ્યામભાઇ રામજીભાઈ ગુજજર તથા જયકુમાર
મનોજલાલ ગાંધી તા.૬/૧૧/૨૦ના રોજ અક્કલકુવા ખાતે સામાજીક કામ અર્થે ગયેલ ત્યાંથી પરત આવતાફુલવાડી ગામની નદી પાસે આવતા રાત્રીના ૧૧ વાગ્યાના અરસમા ઇન્ને ગાડીની આગળ ટ્રેક્ટર ચાલતુ હતુ ત્યારેતેને ઓવરટેક કરવા જતા સામેથી કોઇ વાહન આવી જતા ઇકો ગાડીના ચાલકે ટ્રેકટરના ટ્રેઇલરના પાછળના ભાગે
ઇકો ગાડી અથાડી એક્સીડન્ટ કરી ઇકો ગાડીમા વચ્ચેની સીટ ઉપર ખાલી સાઇડે બેસેલ ભીખાભાઇ ગીરધરભાઇ
વણકર ના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ તથા બોડેલી ખાતે સરકારી દવાખાને સારવાર માટે
લઇજતા સારવાર દરમ્યાન તેમનુ મોત નીપજ્યુ હતુ.
તસવીર: જયોતિ જગતાપ રાજપીપળા