અષાઢ સુદ બીજ ના દિવસે જગન્નાથપુરી માં પુરીમાં કરફ્યુ વચ્ચે રથયાત્રાની પરંપરા જળવાઇ જયારે શામળાજી,દ્વારકા ને અમદાવાદ સહીત દેશભરમાં યોજવામાં આવતી રથયાત્રા મંદિર પરીસર માં યોજાઇ છે જયારે આજે ૨૪૮મી રથયાત્રા ને લઇને ભાવિક ભકતોમાં ભગવાન ને આસ્થા ને વિશ્વાસ સાથે દશઁન કરવાની તાલાવેલી પરંતુ સરકાર શ્રી ના આદેશ અનુસારી તમામ મંદીર ના દરવાજા બંઘ રહ્યા હતા. સુપ્રસિદ્ધ યાત્રધામ ડાકોર માં રાજા ધિરાજા શ્રી રણછોડરાયજીની ૨૪૮ મી રથયાત્રા તિથી પ્રમાણે નહી પણ નક્ષત્ર ના આધારે તા ૨૪ જૂનને પુષ્ય નક્ષત્ર માં યોજવામા આવી હતી
૨૪ જૂનને બુધવારના સવારે ૬:૧૫ મંગળા આરતી થયા બાદ ૯:૦૦કલાકે નિત્યક્રમ મુજબ દશઁન કયાઁ બાદ અધિવાસન કયાઁ બાદ રથ મંદિર પરીસર માં ફેરવવામાં આવ્યો હતો ત્યા માત્ર મંદિરના સેવક પૂજારી વારાદારી કુટુંમ્બી જણો શ્રી ગોપાલ લાલજી મહારાજને ચાંદી ના રથ સહીત કાસ્ટ તેમજ પિતળના રથની પરિક્રમા કરાવી હતી. લાલજી મહારાજના પ્રતિકાત્મક રૂપે પરિક્રમા લાલજી મહારાજના જુદા જુદા કુંજોમા બિરાજી તેમની આરતી કરવા મા આવી આમ આજે શ્રી ગોપાલ લાલજી મહારાજ શ્રી મહાલક્ષ્મી માતાજીને મળીના શક્યા ન હતા વષોઁવષઁ થી પરંપરા હતી કે ગોપાલ લાલજી મહારાજ વન પરીક્રમા (હવામાન યાત્રા )નગરચયાઁ કરવા નીકળતા હતા પરંતુ આજે કોરોના વાયરસના કારણે જે રથયાત્રા ની પરીક્રમા (વનવિહાર) થઈ શક્યો નથી. પરંતુ વષોઁની પરંપરા મુજબ સાંજે ગોપાલ લાલજી મહારાજ ગોમતી પરિક્રમા (વનવિહાર) નગર ચયાઁ કરીને પરત ફરતા હોઈ પ્રભુ ને લાગેલી નજરને પૌરાણિક પરંપરા ઈંડી પિંડી કરીને નજર ઉતારવામાં આવેછે ઈંડી પિંડી મા સેવક ઘ્વારા બંન્ને મુઠ્ઠી મા કંકુ થી નજર ઉતારીને અમુલ્ય પ્રસાદી ભાવિક ભકતોમાં વહેચવામાં આવેછે,
દર વર્ષે પૌરાણિક પરંપરા મુજબ રંગેચંગે યોજાતી૨૪૮ મી રથયાત્રા ને કોરોના નુ ગ્રહણ તો લાગ્યુ પણ સાદગી પુવઁક ૧૧ પરિક્રમા સમયે દર વષઁ જેમ અમી છાંટણા રાજા રણછોડની રથયાત્રામાં થયા તે પરંપરા ના તુટી તે સત્ય હકીકત છે (સત્યમ્ શીવમ્ સુદરમ્ )