ગોપાલભાઈ ઇટાલિયાના વરદ હસ્તે આમ આદમી પાર્ટીમાં વિવિધ ક્ષેત્રની નામી હસ્તીઓ જોડવામાં આવી.અમદાવાદ ખાતે 1500 લોકોનું સંગઠન આમ આદમી પાર્ટીમાં જોડાયું.

*ધોળકા તાલુકાના ગામના માજી સરપંચ, માજી તલાટી, ભાજપના કાર્યકર અને કોંગ્રેસ યુથ કાર્યકર તેમના 150 જેટલા સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા*

*અમદાવાદ શહેર માં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી રાકેશભાઈ ભારતીય દ્વારા ઘાટલોડિયા વોર્ડ કાર્યાલય અને જમાલપુર વોડૅ ઓફીસ નું ઉદ્ધાટન*

દિવસે ને દિવસે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધતો જાય છે. રોજ બરોજ સેંકડોની સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. અરવિંદ કેજરીવાલજીની વિચારધારા અને દિલ્હી સરકારના જનતાલક્ષી કાર્યોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં નેતાઓ, સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે.

ગુજરાતના યુવા નેતા અને આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી, સંગઠન મંત્રી રાકેશભાઈ ભારતીયની ઉપસ્થિતિમાં *અમદાવાદ સહ સંગઠન મંત્રી કૈલાશભાઈ ઠાકોરના પ્રયત્નોથી આજ રોજ સ્ટેટ ઓફિસ ખાતે કાયૅકતૉઓ મોટી સંખ્યા માં જોડાયા:*

*મયુરભાઈ ખટીક*, જે સમાજસેવા સાથે સંકળાયેલ છે તેઓ આજ
અસારવાથી 1500 નું સંગઠન લઈને જોડાયા.

કોંગ્રેસ યુથ કાર્યકર *અલ્પેશભાઈ વાઘેલા*, ધોળકા તાલુકા થી 150 લોકો સાથે જોડાયા.

*બળદેવભાઈ ઠાકોર,* જલાલપુર વજીથા ગામના માજી સરપંચ અને તાલુકા પંચાયતના માજી દંડક પણ આમ આદમી પાર્ટી માં જોડાયા.

*રાજેશભાઇ જાદવ*, કાદીપુર માજી સરપંચ અને કોળી સમાજના આગેવાન પણ જોડાયા.

કાદિપુર ગામના રિટાયર્ડ તલાટી *રામજાનશા દીવાન* પણ આમ આદમી પાર્ટી માં જોડાયા.

ધોળકા ના દલિત સમાજ કાર્યકર અને પોલીસ મિત્ર *મંજુલાબેન મકવાણા* પાર્ટી માં 50 મહિલાઓ સાથે જોડાયા.

ભાજપના કાર્યકર અને સમાજ અગ્રણી *જે પી પટેલ* પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયા.

યુવા કાયૅકતૉ ઓ પણ શ્રી ગોપાલ ઈટાલીયા હસ્તે મોટી સંખ્યામાં જોડાયા.

આ પ્રસંગે અમદાવાદ શહેર ના પ્રમુખ અમજદભાઈ પઠાણ અને શહેર મહિલા પ્રમુખ શ્રીમતી પ્રચેતા પંડ્યા, શહેર મહામંત્રી ભાવેશભાઈ પટેલ, યુવા પ્રમુખ સચિન રાજપુત અને સહમંત્રી અલ્પેશભાઈ સોલંકી, શહેર સંગઠનમંત્રી બીપીનભાઈ પ્રજાપતિ, તથા અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ સાથે અમદાવાદ શહેરમાં ઘાટલોડિયા અને જમાલપુર વોર્ડમાં ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ સાથે કાર્યકર્તાઓને સંબોધતા ગોપાલભાઈ ઇટાલિયાયએ જણાવ્યું હતું કે જનતા બીજેપી અને કોંગ્રેસની મિલીભગત વાળી ભ્રષ્ટ રાજનીતિથી કંટાળી છે અને એક વિકલ્પની તલાશમાં છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં એક નવો પર્યાય લખશે. આમ આદમી પાર્ટીમાં આજે 1500 થી વધુ કાર્યકર્તાઓ જોડાયા તે એ બાબતની પ્રતીતિ કરે છે કે આમ આદમી પાર્ટીમાં લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે.

વરિષ્ઠ ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી એ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાતની જનતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપી અને કોંગ્રેસને જાકારો આપશે અને આમ આદમી પાર્ટીનું સુસાશન સ્થપાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ડૉ ઇર્સાન ત્રિવેદી
મીડિયા કોઓર્ડીનેટર
આમ આદમી પાર્ટી
ગુજરાત
8140034567

તુલી બેનર્જી
સોશિયલ મિડિયા અને
મિડિયા પ્રમુખ – મહિલા સંગઠન,
આમ આદમી પાર્ટી ગુજરાત
9909220002