અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સરકારી યોજનાઓના અમલીકરણમાં સરકારી તંત્રને વધુ પારદર્શી બનાવવાની સાંસદે માંગ કરી
રાજપીપલા, તા 31
હાલ લોકસભાનું મોનસૂનસત્ર ચાલી રહ્યું છે.આ મોન્સૂન સત્રમા ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ નિયમ 377 હેઠળનો મુદ્દો ઉઠાવ્યોહતો. જેમાં
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સરકારી યોજનાઓના અમલીકરણમાં સરકારી તંત્રને વધુ પારદર્શી બનાવવાની સાંસદે માંગ કરીછે
સંસદ સત્રમા મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ભારતની સૌથી વધુ વિકાસથી વંચિત જાતિઓમાની એક જાતિ છે. સંવિધાનના નિર્માતાઓએ બધાજ પ્રકારના વંચિત વર્ગોને ભેદભાવમાંથી છુટકારો આપવા બંધારણમા રક્ષણઆપેલ છે. જેમાં શિક્ષણ અને નોકરીઓમાં વંચિત વર્ગોને અનામત આપવાનો પણ હેતુ રાખેલ છે. હાલ દેશ 75મી વર્ષગાંઠ મનાવી રહ્યો છે ત્યારે ભારત સરકારને મારી અપીલ છે કે આવા વંચિત વર્ગોને દેશના વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ખાસ પ્રયત્નો કરવાની જરૂર છે. આપણા વડાપ્રધાન પણ પછાત જાતિઓનો વિકાસ ઈચ્છી રહ્યા છે ત્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સરકારી યોજનાઓના અમલીકરણ સરકારી તંત્રને વધુ પારદર્શી બનાવવા અનુરોધ કર્યો છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા