રાજપીપળા, તા.7
કેવડીયા પાસે આવેલ ભુમલીયા મેઈન રોડ પર ધોળે દિવસે કોઈ અજાણ્યા ઇસમે ટ્રકની ઉઠાંતરી કરતા ટ્રક ચોરીની પોલીસ ફરિયાદ કેવડીયા પોલીસ મથકે નોંધાવા પામી છે.જેમાં ફરિયાદી નૂરખાન અબ્દુલ રશીદખાન પઠાણ (રહે, સોમપાર્ક સીગરવા તા.દશકોઈ જી.અમદાવાદ હાલ રહે, ન્યુ ઇન્દ્રનગર સોસાયટી બોમ્બે હોટલની પાછળ ઇસનપુર રોડ નારોલ તા.જી. અમદાવાદ) એ કોઈ અજાણ્યા ચોરી સામે ફરિયાદ કરી છે.
ફરિયાદની વિગત મુજબ ફરિયાદી નૂરખાન અબ્દુલ રસીદખાન પઠાન હાઇવા ટ્રક રજીસ્ટ્રેશન નંબર જીજે 25 ટી 5241ની જેનો ચોસીસ નંબર 229079 તથા એન્જિન નંબર 6262958 હતો.જે ટ્રક ફરિયાદી નુરખાનના મામા અબ્દુલ મનાલ અબ્દુલ રસીદખાન પઠાણ ચલાવતા હતા. અને રાજપીપળા થી વાયા કેવડીયા થઈ બોડેલી રેતી ભરવા માટે નીકળેલા હતા. તે વખતે ભુમલીયા મેઈન રોડ ઉપર ટ્રક ઐર લોક થઈ જતાં ડ્રાઈવર ટ્રક ત્યાં મૂકીને રાજપીપળા કારીગર લેવા જતા રહેલા.અને બીજા દિવસે સવારના ત્યાં આવે ત્યારે એ જગ્યાએ મુકેલ ટ્રક ત્યાં જોવા મળેલ નહિ, અચાનક ગુમ થઈ ગયેલીની શોધખોળ કરવા છતાં ટ્રક મળેલ નહીં,ટ્રકની અન્ય શહેરોમાં તેમજ બીજા રાજ્યોમાં તપાસ કરતા ટ્રક મળી આવેલ નહીં. ટ્રક ની કિ. રૂ.450000/-નું નુકશાન કરી કોઇ અજાણ્યો ચોર ઇસમો ટ્રકની ચોરી કર્યાની ફરિયાદ કેવડીયા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા