અટલજી જીલ્લા પ્રચારક હતાં ત્યારે નાનાજી દેશમુખ વિભાગ પ્રચારક હતા.

અટલજી જીલ્લા પ્રચારક હતાં ત્યારે નાનાજી દેશમુખ વિભાગ પ્રચારક હતા. નાનાજીએ તેમના પગમાં ચંપલ ન જોયા એટલે એમણે કહ્યું કે, “આપકે પૈર મેં ચંપલ ક્યું નહીં હૈ”, તો અટલજી કહ્યું કૈ “પૈસે નહીં તો પૈર મેં ચંપલ નહીં હૈ”, ત્યારે નાનાજીએ તેમને ૨-૩ રૂપિયાઆપ્યાં. એક-બે મહિના પછી ફરી તેમનો પ્રવાસ થયો. તો ફરીથી પગલમાં ચંપલ ન હતાં અરે “અટલજી પૈર મેં ચંપલ ક્યુ નહીં હૈ”. અટલજીનો જવાબ હતો કે “વો તો પેટ મેં ચલે ગયે હૈ”. ચંપલ કરતાં જમવાનું અગત્યનું હતું એટલે તેમણે એ પૈસાનું ભોજન કરી લીધું. કેવો નિખાલસ, પ્રસન્ન જવાબ આપ્યો.