રાજકીય અગ્રણીઓ અને સ્થાનિકોની રજૂઆતો નો પડઘો પડયો.
રાજપીપળામાં હેલીપેડ અને એરસ્ટ્રીપ બંને એક જ જગ્યામાં રહેશે, તેવી મંજૂરી એવિએશનના અધિકારીઓએ આપી.
અહીંયા ડોમેસ્ટિક ચાર્ટ પ્લેનો દેશના વિવિધ શહેરોમાંથી રાજપીપળા આવશે.
રાજપીપળા,તા. 7
રાજપીપળા કરજણ નદી કિનારે આવેલા વર્ષોજૂની જગ્યામાં એરોડ્રામ ખાતે એરપોર્ટ બનાવવાની વર્ષો જૂની માંગ હાલ અંતઃ સંતોષાઈ છે.એરપોર્ટ તો નહીં પણ નાનકડા એરસ્ટ્રીપ રાજપીપળા ખાતે બનવા જઈ રહ્યું છે. જેની કામગીરી શરૂ થઇ જતા હેલીપેડ ખાતે પહેલીવાર હેલિકોપ્ટર લેન્ડિંગ થયું હતું,વખતો-વખતની રાજકીય અગ્રણીઓ અને સ્થાનિકોની રજૂઆતને પગલે હવે રાજપીપળા ખાતે એરસ્ટ્રીપ શરૂ કરવાના ચક્રો ગતિમાન થતા રાજપીપળા વાસીઓ માં આનંદની લાગણી જન્મી છે.
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા નર્મદા ડેમ જોવા આવતા પ્રવાસીઓ અહીં થી જાય તો રાજપીપળા કેવડીયાની વચ્ચે આવતા ગામો નો પણ વિકાસ પણ થશે.તે બાબતની સ્થાનિક આગેવાનો વેપારીઓ અને નેતાઓએ પણ સરકારમાં અવારનવાર અનેક વખત રજૂઆતો કરી હતી.જે રજૂઆત બાદ એરસ્ટ્રીપ બનાવવા ની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. રાજપીપળામાં હેલીપેડ અને એરસ્ટ્રીપ બંને એક જ જગ્યા માં રહેશે. તેવી મંજૂરી એવિએશનના અધિકારીઓએ આપી છે.ટૂંક સમયમાં કામગીરી પણ ચાલુ થઇ જશે તે વાત થી રાજપીપળા વાસીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગોહિલ વંશના રાજવી પરિવારના મહારાજાએ રાજપીપળા ની જમીન પર એરોડ્રામ માટે 47 હેક્ટર જમીન ફાળવી હતી. ત્યારબાદ હેલીપેડ બનાવ્યું હતું. આ જગ્યાએ મહારાજા વિજયસિંહના મિત્ર આગાખાન આવ્યા હતા. ત્યારે પહેલું હોલિકોપ્ટર 1930 માં આવ્યું હતું.બાદમાં આ જમીન બંજર પડી રહી હતી. જેથી અહીં એરપોર્ટ બને તેવી માંગ ઉઠી હતી. 2013માં પૂર્વમંત્રી શબ્દશરણ તડવી એ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી,તેમ જ રાજ્ય સરકાર અને આ 47 હેકટર જમીન સરકાર નાગરિક ઉડ્ડયન વિભાગના નામે કરવામાં આવી. હવે કેન્દ્ર સરકારની પણ મંજૂરી મળી જતાં રાજપીપળામાં એરપોર્ટ બનાવવાનું નક્કી કરી દેવામાં આવ્યું છે. ગુજસેલની ટીમ પણ સર્વે કરી લીધો છે.અહીં હાલમાં બનેલી હેલીપેડ રાખવામાં આવશે. જ્યાંથી 8 મીટર એરસ્ટ્રીપ બનાવવામાં આવશે. અહીંયા ડોમેસ્ટિક ચાર્ટ પ્લેનો દેશના વિવિધ શહેરોમાંથી રાજપીપળા આવશે. હવે આગામી દિવસોમાં રાજપીપળાનો વિકાસ થઇ શકશે.
રિપોર્ટ : જયોતિ જગતાપ, રાજપીપળા